ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજ્યમાં મેધરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે. નદી નાળા છલકાઈ ગયા છે. રોડ રસ્તાની હાલત દયનીય છે. ડેમ પણ ભયજનક સપાટી પર પહોંચી ગયા છે. ત્યારે રાજ્યમાં આગામી બે દિવસ ભારે છે. આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હજુ 4 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી તો યથાવત છે. વલસાડમાં સતત 3 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે. નવસારી અને ડાંગમાં 2 દિવસ રેડ એલર્ટ અને 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે.
Visit Saurashtra Kranti Homepage here
સાથે જ સુરત, તાપી સહિતના જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની પણ આગાહી છે. મધ્ય ગુજરાતમાં નર્મદા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા તાંડવ મચાવશે. સ્થાનિક તંત્ર અને સરકાર પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત સ્થિતિ પર નજર રાખીને રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું છે.ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં ડેડીયાપાડામાં સૌથી વધુ 21 ઈંચ, ઉમરપાડામાં 16 ઈંચ, તિલકવાડામાં 20 ઈંચ, સાગબારામાં 16 ઈંચ, કપરાડામાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. 12 જુલાઈએ અમદાવાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, આણંદ, 13 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ,14 જુલાઈએ અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ. આણંદ, 15 જુલાઈએ જામનગર, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, વલસાડ, સુરત, ભરૂચ, આણંદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં મેઘ મહેર ઘણી જગ્યાએ કહેર બનીને વરસી છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદથી 63 લોકોના મૃત્યુ થયા છે.
છેલ્લા 24 કલાકમાં 7 લોકો વરસાદી તારાજીને લીધે મરણ પામ્યા છે. જો નુકસાનની વાત કરીએ તો રાજ્ય સરકારના આંકડા મુજબ વરસાદથી 18 મકાનોને સંપૂર્ણ નુકશાન પહોચ્યુ છે. 24 કલાકમાં 11 ઝૂપડા પણ બરબાદ થઈ ગયા છે. અત્યાર સુધી કુલ 272 પશુઓના વરસાદથી મૃત્યુ થયા છે. તેમજ વીજળી પડવાથી કુલ 33 લોકો, દીવાલ પડવાથી 8 લોકો, પાણીમાં ડૂબવાથી 16, ઝાડ પડવાથી 5 લોકોના મૃત્યુ તેમજ વીજપોલ પડી જતા એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 508 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. જેમાંથી 468 નાગરિકો ઘરે પરત ફર્યા છે.ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી દિવસ દરમિયાન સતત સમીક્ષા કરીને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપી રહ્યાં છે. આ ઉપરાંત મંત્રીમંડળના સભ્યો પોતાના વિસ્તારના વહીવટીતંત્ર અને નાગરિકો સાથે સતત મોનિટરીંગ કરી રહ્યાં છે.
Read About Weather here
વહીવટીતંત્ર દ્વારા આણંદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, છોટાઉદેપુર, તાપી,નવસારી, વલસાડ, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી કુલ 10,674 નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે, જેમાંથી 6853 નાગરિકો ઘરે પરત ફર્યા છે. જ્યારે અંદાજે 3821 આશ્રયસ્થાનમાં આશ્રય લઇ રહ્યા છે. આશ્રયસ્થાન ઉપર વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં ભોજન-પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વધુ વરસાદવાળા પાંચ જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં અંદાજે 508 નાગરિકોના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ વરસાદવાળા જિલ્લામાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની કુલ 18-18 ટીમો તહેનાત છે. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અનુસાર આ ટીમો સત્વરે પહોંચી પોતાની કામગીરી કરી રહી છે.સરકાર દ્વારા કરાયેલા આયોજન તથા વરસાદમાં રેસ્ક્યૂ અને મૃત્યુ પામેલા લોકો અંગે જાણકારી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here