ઢોર નિયંત્રણ ખરડો પરત ખેંચવા માંગ

ઢોર નિયંત્રણ ખરડો પરત ખેંચવા માંગ
ઢોર નિયંત્રણ ખરડો પરત ખેંચવા માંગ
ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા આજે રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગત તા. 31/3 ના રોજ વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

તો આ કાયદાકીય બિલનો સમગ્ર પશુપાલક વર્ગ અને માલધારી સમાજ ઉગ્ર વિરોધ વ્યકત કરે છે.સામાજીક સમરસતા માટે પશુપાલક વર્ગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. કોરોનાના કપરાકાળ દરમિયાન ખૂબ સેવાકીય પ્રવૃતિઓ અને સમાજની અતિ મહત્વની પ્રાથમિક જરૂરિયાત એવા દૂધ પાડવા માટે પોતાની જાતની પરવા કર્યા વગર ભાવ વધારો કર્યા વગર રાતદિન એક કરીને સમાજને દૂધ પહોંચાડયું છે.

ગુજરાત શ્ર્વેત ક્રાંતીમાં જે કાંઈ હરણફાળ ભરી રહ્યું છે તેનો પાયાનો પથ્થર આ પશુપાલક અને માલધારી સમાજ જ છે સરકારએ ભૂલવું ના જોઈએ. આમ અમારી માંગણીઓ અંગે સરકારે યોગ્ય નિર્ણય કરે તેવી વિનંતી.તાજેતરમાં વિધાનસભામાં સરકાર દ્વારા પશુ – માલધારી વિરોધી જે બિલ પસાર થયેલ છે તે તાત્કાલિક પરત ખેંચવું, રાજ્યની દરેક કોર્પોરેશન દ્વારા પકડાયેલ ઢોરોને મુકત કરવા ડબ્બાદંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવો, રાજ્યમાં આવા પકડાયેલ પશુઓને છોડાવવા માટે 90- અ મુજબ ભરવામાં આવતી પોલીસ ચાર્જશીટ રદ કરવી,

Read About Weather here

અગાઉની માફક શહેરની બહાર માલધારી વસાહતો બનાવી તેમાં ગાયો રાખવાના વાડાઓ તેમજ પશુદવાખાનાં ખાણદાણની દુકાન, દૂધમંડળી તેમજ માલધારીઓના બાળકો માટેની સ્કૂલો, દવાખાનાઓ, જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવે, જે શહેરમાં દબાણ થયેલ ગૌચરો નામદાર કોર્ટના હુકમ મુજબ ખાલી કરાવી તેમાં આવી વસાહતો બનાવી માલધારી શહેર બહાર વસવાટ કરે તેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ તૈયાર કરાવી, માલધારી સમાજ ખૂબ જ ભોળો સમાજ છે અમારે ભૌતિક સુખ સુવિધાઓ નથી જોઈતી પણ પશુપાલક વિરોધી કાયદો લાવી પશુપાલકોને પરેશાન કરવાની આ નીતિને અમો સહન કરવાના નથી, જો આગામી દિવસોમાં માલધારી સમાજને આ બિલ અથવા બીજા કોઈપણ કાયદા દ્વારા પશુપાલન વ્યવસાયમાં મુશ્કેલી કે અગવડતાઓ ઉભી થશે તો તેનું સરકારે પણ કદાચ અગામી વિધાનસભા ચૂંટણીમાં તેનું પરિણામ ભોગવવું પડશે. અમો આ બિલ પરત ખેંચવા અપીલ કરીએ છીએ તેમ જણાવ્યું છે..

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here