ઢેબર રોડ પરથી થયેલ અપહરણમાં આરોપીને ઝડપી ભોગ બનનારને ક્રાઇમ બ્રાંચે મુક્ત કરાવ્યો

ઢેબર રોડ પરથી થયેલ અપહરણમાં આરોપીને ઝડપી ભોગ બનનારને ક્રાઇમ બ્રાંચે મુક્ત કરાવ્યો
ઢેબર રોડ પરથી થયેલ અપહરણમાં આરોપીને ઝડપી ભોગ બનનારને ક્રાઇમ બ્રાંચે મુક્ત કરાવ્યો
મુળ સુરતના અને હાલ રાજકોટ રહેતાં યુવાને અગાઉ સુરતના એક પરિચીત યુવાન પાસેથી કાર ગીરવે રાખી તેને રૂા. 2.5 લાખ આપ્યા હોઇ આ પૈસાની દેતીદેતી મામલે ચાલતી માથાકુટમાં શખ્સ અને કારનો મૂળ માલિક એવો રાજસ્થાની 7 અજાણ્યા શખ્સો સાથે રાજકોટ આવી ઢેબર રોડ રાજકમલ પંપ સામે શિવ ઓટો ગેરેજ ખાતેથી કડીયા યુવાનને મારકુટ કરી તેની પત્ની અને મિત્રની નજર સામે જ કારમાં નાખી ઉઠાવી જતાં દેકારો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચની ટીમોએ તપાસ આદરી હતી.પોલીસ ઇન્સપેકટર વાય.બી.જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી.ધોળા ડી.સી.બી. પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા દરમ્યાન આરોપીઓ રાજેશ ભૈલાલ જોશી, રાધેક્રિષ્ના ઉર્ફે ભારમલ વધારામ ગુજ્જર, રામલાલ શિવરાજ જાટ,શિવરાજસિંહ સુજાનસિંહ રાજપુત,પ્રેમચંદ શ્રવણલાલ જાટ ચૌધરી , જીવરાજ બલરામ ચૌધરી, મનીષ પંડયાને ઝડપી પડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

બનાવામાં આરોપીઓએ ભજવેલ ભાગ જોઇએ તો મુખ્ય આરોપી રાજેશ ભૈલાલ જોશીએ સહ આરોપીઓને રાજસ્થાન ખાતેથી અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશને બોલાવી તમામ આરોપીઓ અમદાવાદ ખાતે ભેગા થતા ત્યાં ભોગબનનારનું અપહરણ કરવાનું કાવત્રુ રચેલ છે. આરોપીઓ શિવરાજસિંહ તથા ભારમલ ઉર્ફે રાધેક્રિષ્ન, તથા પ્રેમચંદ, તથા રામલાલ જેમાથી આરોપી જીવરાજ, પ્રેમચંદ, રામલાલ, અગાઉ ચોટીલા કંટ્રકશન ના કામ સબબ રહેતા હોય અને રાજસ્થાન કામ અર્થે ગયેલ હોય અને તા.02/07/2022 ના રાજસ્થાન ખાતેથી રાજેશના કહેવાથી શિવરાજસિંહ ની એક્સ.યુ.વી. 300 કારમાં અમદાવાદ આવેલ અને અમદવાદ થી રાજેશ ભૈરૂલાલ એમ બધા ચોટીલા આવેલનનઆરોપી જીવરાજ બલરામ ચૌધરી ચોટીલા ખાતે બ્લાસ્ટીંગનું કામ કરતો હોય, અને આરોપી જીવરાજ પ્રેમચંદ,

Read About Weather here

રામલાલનો મીત્ર હોય જેથી તેઓએ જીવરાજને પણ આ બાબતે વાત કરેલ હોય અને જીવરાજ તેની ક્રેટા કાર લઇને ચોટીલાથી આરોપીઓ સાથે રાજકોટ આવેલ હતા આ કામના આરોપીઓએ બનાવને અંજામ આપતા પહેલા નવાગામ, કુવાડવા પોલીસ ચોકી પાસે ઉભા રહી, ભોગ બનનાર વિલેશભાઇ બાબતે તથા તેમની પાસેની સેલ્ટોસ કાર બાબતે રેકી કરેલ હતી અને ભોગબનનાર વિલેશભાઇ તથા સેલ્ટોસ કાર શિવ કાર વર્કશોપ, ગોંડલ રોડ, રાજકોટ ખાતે હોવાની ખરાઇ કરી ભોગબનનાર પાસે શિવ કાર ખાતે જઇ આરોપીઓએ ભોગબનનાર સાથે કારના પૈસા બાબતે બોલાચાલી ઝઘડો કરી આ કામેના આરોપીઓએ ભોગબનનારને પોતાની એક્સ.યુ.વી. 300 કારમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી રાજકોટ થી અમદાવાદ ખાતે લઇ ગયેલ. હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here