ડોક્ટરે કરાવ્યા પુત્રના ધામધૂમથી લગ્ન, થઇ ફરિયાદ

ડોક્ટરે કરાવ્યા પુત્રના ધામધૂમથી લગ્ન
ડોક્ટરે કરાવ્યા પુત્રના ધામધૂમથી લગ્ન

૨૫ એપ્રિલના રોજ રાજકોટના ડોક્ટર કે કે રાવલ અને મોરબીના ભરતભાઈ વ્યાસ દ્વારા લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોના મહામારીનો વ્યાપ દિવસે અને દિવસે વધી રહૃાો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગ અર્થે ૫૦ જેટલા વ્યક્તિઓને એકત્રિત થવાની મંજૂરી આપવામાં આવી રહી છે. તેમ છતાં રાજકોટની નામાંકિત રેજન્સી લગૂન રીસોર્ટમાં લગન પ્રસંગ અર્થે સૌથી વધુ વ્યક્તિઓ એકઠા થતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લગ્ન પ્રસંગ યોજનાર ડોક્ટર કે કે રાવલ ભરતભાઈ વ્યાસ તેમજ રેજન્સી લગૂન રીસોર્ટના માલિક સુમિત પટેલ અને રિસોર્ટના સંચાલક સંજય કુમાર શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

સમગ્ર મામલે DCP મનોહરિંસહ જાડેજા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જે પ્રેસ કોન્ફરન્સમાં મનોહરિંસહ જાડેજાએ જણાવ્યું હતું કે, તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા રેજન્સી લગૂન રીસોર્ટ માં ગત તારીખ ૨૫ એપ્રિલના રોજ રાજકોટના ડોક્ટર કે કે રાવલ અને મોરબીના ભરતભાઈ વ્યાસ દ્વારા લગન પ્રસંગ યોજવામાં આવ્યો હતો.

જે લગન પ્રસંગ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વનરાજ સિંહ જાડેજાને બાતમી મળી હતી કે, ડોક્ટર કે કે રાવલ દ્વારા રેજન્સી લગૂન રીસોર્ટ માં પોતાના પુત્ર ના લગ્ન આયોજિત કરવામાં આવ્યા હતા.

તે લગ્ન પ્રસંગમાં અંદાજીત સૌથી વધુ વ્યક્તિઓ એકત્રિત થયા હતા. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલા બાતમીના આધારે રેજન્સી લગૂન રીસોર્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા લગ્ન પ્રસંગે સૌથી વધુ માણસો એકત્રિત થયાનું જણાઈ આવ્યું હતું.

Read About Weather here

સીસીટીવી ફૂટેજ ચેક કરતા કેટલાક વ્યક્તિઓએ માસ્ક ન પહેર્યા હોવાનું તેમજ સોશિયલ ડીસ્ટન્સ ન જાળવ્યા હોવાનું ખુલ્યું હતું. જે અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ ૨૬૬, ૧૮૮ તથા જી.પી.એક્ટ ૧૩૫ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ૨૦૦૫ ની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી ને અટકાવવા માટે રાજ્ય સરકાર તેમજ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર સક્રિય છે. ત્યારે શિક્ષિત ગણાતા એવા લોકો લગ્ન પ્રસંગે પણ મહામારી ફેલાય તે પ્રકારના કૃત્યો કરતા હોવાનું સામે આવ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here