ઘર પાસે ગાડી પાર્ક કરવા મુદ્દે ડોકટરની પત્નીએ ના પાડતા આરોપીએ ગાળો ભાંડી ; ડોકટર સમજાવવા જતા શખ્સે બેઠકના ભાગે છરી ઝીંકી દીધી
શહેરના બજરંગ વાડીમાં ઘર પાસે ગાડી પાર્ક કરવા મુદ્દે સમજાવવા ગયેલા ડોકટર પર પાડોશી શખ્સે છરી વડે હુમલો કરી બેઠકના ભાગે ગંભીર ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે.બજરંગવાડી શેરી નં.-1 માં ઉસ્માનીયા પાર્કમાં જુનેજા હોલની સામે રહેતા અને ભગવતીપરા મેઇન રોડ પર ડો. સૈયદ નામની કલીનીક ચલાવતા તબીબ મહમદઅલી બાવામીયા મટારી (ઉ.વ.42)એ ઘર પાસે હતા.
Subscribe Saurashtra Kranti here
ત્યારે તે જ વિસ્તારમાં આવેલા જુનેજા હોલના સંચાલક રીઝવાન નામના શખ્સ છરી વડે હુમલો કરી ઇજા કરતા સિવિલમાં ખસેડાયા છે.ગાંધીગ્રામ પોલીસે આ અંગે ડો. મહમદઅલી મટારી (ઉ.૨.42) ની ફરિયાદ પરથી રીઝવાન સામેઆઈપીસી 324, 504, 135 મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
આજે ફરિયાદી તેની કલીનીકે હતા. ત્યારે તેની પત્નીએ ફોન કરી જણાવ્યું કે, તેના ઘરની બાજુમાં આવેલા જુનેજા હોલમાં પ્રસંગ હોય, ત્યાં આવેલા મહેમાને તેમની કાર ઘર પાસે પાર્ક કરી હતી.જે કાર ઘરની સામેથી લઇ લેવાનું કહેના હોલનો સંચાલક આરોપી રિઝવાનમાં ધસી આવ્યો હતો. અને ગાળો દેવા લાગ્યો હતો.
તમે જલ્દી આવો તેમ કહેતા ડોકટર મહમદઅલી કલીનીકેથી તેના એકટીવા પર ઘરે પહોંચ્યા હતા. દરમિયાન આરોપી તેના હોલની અંદર બેસેલ હોય ત્યાં તે વાત કરવા ગયા હતા અને ઘરે આવીને તુ ગાળો બોલે છે, તે સારૂ ન લાગે, હવે બીજી વાર આવું ન કરીતો કહેતા આરોપીએ હવે આવું નહી થાય તેમ કહ્યું હતું.
Read About Weather here
બાદમાં ફરિયાદી ઓફિસની બહાર નિકળવા માટે પાછા ફરતાની સાથે જ આરોપીએ તેની પાસે રહેલી છરી કાઢી એક ઘા તેના બેઠકના ભાગે ઝીંકી દીધો હતો. જેના કારણે તેને ચક્કર આવવા લાગતા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here