ડુમીયાણીમાં અંદાજીત 400 થી 500 વીધામાં નુકસાનીનું અનુમાન
તાજેતરમાં જ જે રીતે હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહીને પગલે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ ધોધમાર અને સારો એવો વરસાદ પડ્યો છે જેથી ઉપલેટા પંથકમાં પણ જળબંબાકાર નોંધાયો અને ડેમોમાં પણ નવા નીર આવ્યા છે તો ડેમ પણ છલકાયો ત્યારે આ ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થતા નુકશાની થવા પામી છે.
Subscribe Saurashtra Kranti here
ઉપલેટાના ડુમીયાણી ગામના ખેડૂતોના ખેતરોમાં ભારે વરસાદ અને પાણીના વેણ અને ધોધમાર વરસાદને કારણે નુકશાની થવા પામી છે જેમાં ખેતરોમાં ધોવાણ થયું છે ને ઉભો પાક બળી ગયો છે જેથી નુકશાન થતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે
ઉપલેટાના ડુમીયાણીમાં વધુ વરસાદ પડતા ઘણા ખેડૂતોના ખેતરો ધોવાણ થતા તેમને લાખો રૂપિયાનુ નુકસાન થયું છે. ભાદર કાંઠે આવેલ ખેતરોમા વરસાદી પાણી ભરાતા ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવી પડે છે અને હાલ કપાસ, એરંડા અમે મગફળીના પાકને નુકસાન થયું છે.
આ ડુમીયાણી પંથકના ખેડૂતો જણાવે છે કે ભારે વરસાદને કારણે તેમની જમીન ધોવાઇ છે અને ઉભેલો પાક પણ નિષ્ફળ અને બળી ગયો છે જેથી તેમની મુશ્કેલીઓ વધી છે સાથે એવું પણ જણાવે છે કે સરકાર ગત વર્ષ જે નુકશાન થયું હતું તેનું સર્વે કરાવ્યું હતું પણ ગત વર્ષ કરેલ સર્વેની કોઈ સહાય નથી મળી ત્યારે ખેડૂતો જણાવે છે જેથી ખેડૂતો સરકાર પ્રત્યે પણ નારાજ છે.
અહિયાં ડુમીયાણી ગામના ખેડૂતો જણાવે છે કે અહીંયા અંદાજિત 1400 થી 1500 વીઘાની અંદર મગફળી, એરંડા અને કપાસનું મુખ્યત્વે વાવેતર થયું છે ત્યારે ગત દિવસે પડેલા ભારે વરસાદને કારણે અત્યારે ડુમીયાણીના અંદાજીત 400 થી 500 વીઘાના ખેતરોમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે સાથે ખેડૂતો જણાવે છે કે જો સરકારને સહાય ચૂકવવાનો ઈરાદો ન હોય તો શા માટે સર્વે કરાવી ખોટો ખર્ચ અને ખેડૂતોને લલચાવે છે
Read About Weather here
અને ખોટી જાહેરાત કરી અને સહાય નથી આપતી તેવું ખેડૂતો જણાવે છે. ખેડૂતોના ખેતરોમાં થયેલ નુકશાન બાદ ધોવાયેલ ખેતરો માંથી બળેલા પાકને ઉપાડી લીધેલ અને ખેડૂતોએ બળેલા પાકને એકત્ર કરી અને તેમના અંતિમ દર્શન કરી બળેલા પાકને વિદાય પણ આપી હતી અને જણાવ્યું હતું કે વરસાદને કારણે આજે તેમના ખેતરમાં ઉભો મોલના ધોવાઈ જવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે ત્યારે સરકાર દ્વારા જો ખરેખર સહાય ચૂકવી હોય તો વહેલાસર ચૂકવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here