રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારમાં મીઠાઈ બનાવવામાં ઘીની બનાવટમાં મોટાપાયે ભેળસેળ કરી માનવ જીવનના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરીયાદો ઉઠી હતી. આથી કુવાડવા રોડ પર તરઘડીયા ગામ પાસે ઈન્ડસ્ટ્રીયલ એરીયાના કારખાનામાં ડુપ્લિકેટ ઘી બનાવતા હોવાની માહિતીના આધારે DCP ઝોન 1ની લોકલ LCB ટીમે દરોડો પાડતા રૂ.13.18 લાખની કિંમતનો ઘીનો જથ્થો મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટના તરઘડીયા પાસે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કૃષ્ણા ફેટ એન્ડ પ્રોટીન નામના કારખાનામાં DCP ઝોન 1ની LCB ટીમે દરોડો પાડી રૂ.13.18 લાખની કિંમતના નાના-મોટા 1741 ડબ્બા ઘીનો જથ્થો કબ્જે કરી પોલીસે કારખાનેદાર મુકેશ શીવલાલભાઈ નથવાણીની પૂછપરછ હાથ ધરી છે. આ સાથે પોલીસે કબજે કરેલો ઘીનો જથ્થો પરીક્ષણ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
Read About Weather here
જેમાં રિપોર્ટ નેગેટિવ આવ્યે વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજ કારખાનામાં અગાઉ ડિસેમ્બર મહિનામાં પણ પોલીસે દરોડો પાડી ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને એ સમયે રિપોર્ટ બાદ વેપારી મુકેશ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. બાદમાં તેણે તહેવાર નિમિતે ફરી ઘી બનાવવાનું શરૂ કર્યુ હોવાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે દરોડો પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here