ડિસેમ્બરમાં લક્ષ્મીનગર અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે

ડિસેમ્બરમાં લક્ષ્મીનગર અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે
ડિસેમ્બરમાં લક્ષ્મીનગર અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે

નાલાની જગ્યાએ બે નવાં બોક્ષ ટાઇપ ફોર લેન અન્ડરપાસ બનાવવાની કામગીરી ચાલુ
વરસાદી પાણીનાં નિકાલ માટેની તેમજ લાઇટીંગની વ્યાવસ્થા કરાશે
લક્ષ્મીનગર નાલા તરીકે ઓળખાતા અન્ડર પાસને વધુ પહોળાઈનું બનાવાવા માટે ચાલી રહેલ અન્ડરબ્રિજની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાનામવા રોડના છેડે લક્ષમીનગર નાલુ આવેલ છે. આ નાલામાં ચોમાસા દરમ્યાન આવનજાવન માટે ખુબજ મુશ્કેલી ઉભી થતી હતી. તેમજ અવારનવાર ટ્રાફિકની સમસ્યા ઉદભવતી.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે હૈયાત નાલાના સ્થાને પહોળાઈ ધરવાતા અન્ડરબ્રિજ બનાવવાના કામના ભાગરૂપે રેલ્વે વિભાગ સાથે ડીપોઝીટ વર્ક તરીકે કામ કરાવવાનું નક્કી થયેલ.

જેના અનુસંધાને રેલ્વે વિભાગ દ્વારા એજન્સીને તા.24/01/2020થી ઓર્ડર આપી કામગીરી શરૂ કરાયેલ. આ કામ માટે રૂ.24.91 કરોડ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડીપોઝીટની રકમ જમા કરાયેલ છે.

હયાત નાલાની જગ્યાએ બે નવાં બોક્ષ ટાઇપ ફોર લેન અન્ડરપાસ બનાવવાની કામગીરી ચાલુ છે. જેની એક બોક્ષની અંદાજીત સાઇઝ 50 મીટર લંબાઇ 7.50 મીટર પહોળાઇ તથા 4.50 મીટરની ઉંચાઇ રહેશે.

પેડસ્ટ્રીયલ બોકસની સાઇઝ ર.50 * ર.90 મીટર રહેશે. તથા ટાગોર રોડ સાઈડ 116 મીટર તથા નાનામવા સાઈડ 135 મીટર એપ્રોચ રોડ ઉપરાંત વરસાદી પાણીનાં નિકાલ માટેની તેમજ લાઇટીંગની વ્યાવસ્થા કરવામાં આવશે.

આ અન્ડરપાસ થવાથી રાજકોટ પશ્ચિમ વિસ્તાર તરફનાં પ્રજાજનોને શહેરમાં અવર-જવર કરવા માટે વધુ સુગમતા થતાં ટ્રાફિકનાં પ્રશ્નનું નિરાકરણ આવશે. તેમજ આ સમગ્ર અન્ડજર પાસ બનાવવાની કામગીરી રેલ્વે વિભાગ મારફત કરવામાં આવશે.

નાનામવા રોડ સાઈડ ખુબજ ડેવલપ થયેલો હોય આ નાલાનો ઉપયોગ દરરોજ હજારો લોકો આવનજાવન તરીકે કરતા હતા. જેથી આ કામગીરી ઝડપથી થાય તે ખુબજ જરૂરી છે.

સબબ, સદરહુ કામગીરી આગામી 10 ડીસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા એજન્સીને મેયર સહિતના પદાધિકારી દ્વારા જણાવવામાં આવેલ. વિશેષમાં, મેયર ડો.પ્રદિપ ડવએ જણાવેલ કે, આગામી સમયમાં પોપટપરા નાલાની સમસ્યા નિવારવા પણ કાર્યવાહી હાથ ધરાશે.

ચાલી રહેલ અન્ડરબ્રીજની કામગીરીની સ્થળ મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ સમિતિ

Read About Weather here

ચેરમેન કેતનભાઈ પટેલ, ડે.કમિશનર સી. કે. નંદાણી, એ.આર. સિંઘ, એડી.સિટી એન્જીનીયર કમલેશભાઈ ગોહિલ, હેમેન્દ્રભાઈ કોટક, રેલ્વે અધિકારી તેમજ એજન્સી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here