ડાયરેકટ પમ્પીંગ અને ફળિયા ધોતા રૂા.16,500ની પેનલ્ટી વસુલાઈ

ડાયરેકટ પમ્પીંગ અને ફળિયા ધોતા રૂા.16,500ની પેનલ્ટી વસુલાઈ
ડાયરેકટ પમ્પીંગ અને ફળિયા ધોતા રૂા.16,500ની પેનલ્ટી વસુલાઈ
મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ  પમ્પીંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ અર્થે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. બુધવારે શહેરમાં 943 ઘરોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ 10 કિસ્સાઓ મળેલ હતા. 6 આસામીઓને નોટીસ અને 1 આસામીઓની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરવામાં આવી હતી. ડાયરેક્ટ પમ્પીંગ અને ફળિયા ધોવા બાબતે રૂ. 16,500ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પાણી ચકાસણી ઝુંબેશ દરમ્યાન જો કોઇ આસામી ડાયરેક્ટ પમ્પીંગ કરતા માલુમ પડે તેવા કિસ્સાઓમાં રૂ. 2000ની પેનલ્ટી વસુલ કરવા જે-તે આસામીઓને નોટીસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે તેમજ જો કોઇ આસામી ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ. 250નો દંડ વસુલ કરવામાં આવે છે.

સેન્ટ્રલ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 3 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા અને 1 આસામીને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 6,500/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

ઈસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 2 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા. અને 2 આસામીને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 4,000/-ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

Read About Weather here

વેસ્ટ ઝોનના વિવિધ વોર્ડના વિસ્તારોમાં ચકાસણી દરમ્યાન 5 આસામીઓ ડાયરેકટ પમ્પિંગ કરતા મળેલ હતા. 1 ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી હતી અને 03 આસામીને નોટીસ આપવામાં આવી હતી તેમજ રૂ. 6,000ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here