ત્રણેય ઝોનમાંથી અલગ-અલગ વિસ્તારોમાંથી
સંપૂર્ણ પેમેન્ટ કપાત કરવા મ્યુ.કમિશનર અમિત અરોરાનો આદેશ
દર ચોમાસામાં રસ્તા પરથી ડામર ઉખડી જઈ મસમોટા ખાડા પડવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડે છે. રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં ડામર રોડ તથા ડામર રોડ પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે.
શહેરમાં ડામર રોડ કામની સારી ગુણવત્તા જળવાઈ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ડામર રોડ અને ડામર રોડ પેચવર્કની ચાલતી કામગીરી દરમ્યાન કુલ 378 સેમ્પલ લેવામાં આવ્યા હતા.
Read Local News / Articles : Saurashtra , Gujarat
જે પૈકી 14 સેમ્પલ ફેઈલ થયા છે અને ફેઈલ થયેલા સેમ્પલ અનુસંધાને 14 ગાડીના Bituminious Mix Material નું સંપૂર્ણ પેમેન્ટ કપાત કરવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આદેશ કર્યો છે.
મ્યુનિ. કમિશનરએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, શહેરમાં ડામર રોડ અને ડામર રોડ પેચવર્ક કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ગત તા. 01-04 થી તા. 30-11 સુધીમાં ત્રણેય ઝોનમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 378 સેમ્પલ, ડામર ક્ધટેન્ટ ચકાસણી (Binder Content Test)માટે મોકલવામાં આવ્યા હતા.
Read About Weather here
જે પૈકી 364 સેમ્પલમાં ડામર ક્ધટેન્ટ,MORTH/TENDERની મર્યાદા પ્રમાણે મળી આવતા સેમ્પલ પાસ થયેલ છે તેમજ 14 સેમ્પલ Binder Content Testમાં ફેઈલ થયેલ છે. જે ફેઈલ થયેલ સેમ્પલ માટે 14 ગાડીના Bituminious Mix Material નું સંપૂર્ણ પેમેન્ટ કપાત કરવાનો મ્યુનિ. કમિશનરએ આદેશ કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here