હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીની વ્યાપક અસર જોવા મળશે. આ રીતે જોઈએ તો નલિયા, અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી,
Visit Saurashtra Kranti Homepage here
જૂનાગઢ જિલ્લામાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન રહેશે. કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા બાદ હવે ઉત્તર દિશાથી ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે. આ તેજ પવનોથી નલિયા, અમદાવાદ, સુરત સહિત સમગ્ર રાજ્યભરમાં શીત લહેર વ્યાપી છે.
આ બર્ફીલા પવનોને કારણે હજી પણ 48 કલાક સુધી સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો સરેરાશ 3 ડિગ્રી નીચો જઈ શકે છે. આ રીતે જોઈએ તો નલિયામાં 2 ડિગ્રી અને અમદાવાદમાં 8 ડિગ્રી જેટલું તાપમાન થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ઠંડીમાં હજી વધારો થવાની આગાહી છે.
ગઈકાલે રાતથી જ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ઠંડા પવનો શરૂ થયા હતા. આજે સવારે પણ ઠંડા પવનોને કારણે કોલ્ડ વેવની અસર વર્તાઈ હતી. વાતાવરણમાં પલટો આવવાને કારણે સવારના વાતાવરણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ત્રણેક દિવસ કોલ્ડવેવ રહ્યા બાદ આગામી સોમવાર ને 20 ડિસેમ્બરથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થવાનું શરૂ થઈ શકે છે. ગુજરાતના સૌથી ઠંડા સ્થળ ગણાતા કચ્છના નલિયામાં હાલમાં 5 ડિગ્રી તાપમાન છે, જે ઘટીને 2 ડિગ્રી સુધી રહ્યા બાદ સોમવારથી થોડીક રાહત મળી શકે છે.
જો કે, 25મી પછી ફરી ઉત્તરના ઠંડા પવનોને કારણે ચાર-પાંચ દિવસ સુધી તાપમાન નીચું રહી શકે છે. આ સ્થિતિમાં જાન્યુઆરીના પહેલા સપ્તાહથી બદલાવ આવવાનો શરુ થઈ શકે છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમને લઇ 22 ડિસેમ્બર નજીક ઉત્તર ભારતનાં રાજ્યોમાં માવઠાની આગાહી છે.
આ સિસ્ટમ વિખેરાઇ ગયા બાદ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કોલ્ડ વેવનો રાઉન્ડ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન આખા ગુજરાતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. ઠંડીનો પારો 11થી 13 ડીગ્રી વચ્ચે પણ જવાનું અનુમાન છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આખા રાજ્યમાં શુક્રવારે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. હવામાન વિભાગે હજુ શનિવાર અને રવિવાર બે દિવસ રાજ્યભરમાં કોલ્ડ વેવની આગાહી કરી છે.
Read About Weather here
ખાસ કરીને કચ્છ ઉપરાંત રાજ્યમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગાંધીનગર અને બનાસકાંઠા એ પાંચ જિલ્લાઓમાં વધુ ઠંડી સાથે કોલ્ડ વેવ જારી રહેવા આગાહી કરાઈ છે. અત્યારે તો તીવ્ર ઠંડીને પગલે અંધારું થતાં જ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આખા રાજ્યના રાજમાર્ગો સૂમસામ થવા લાગ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here