ટ્વિટરના નવા સીઇઓ…!

ટ્વિટરના નવા સીઇઓ...!
ટ્વિટરના નવા સીઇઓ...!
આ સમાચાર આવ્યા પછી પરાગ અગ્રવાલ કંપનીના નવા સીઈઓ હશે. 37 વર્ષીય પરાગે ખુદ એને સન્માન ગણાવ્યું છે. તેઓ હજુ પણ કંપનીમાં ચીફ ટેક્નોલોજી ઓફિસરના હોદ્દા પર હતા.

Visit Saurashtra Kranti Homepage here

તેઓ 10 વર્ષ પહેલાં કંપનીમાં જોડાયા હતા. ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ કંપનીના સીઈઓપદેથી રાજીનામું આપી દીધું છે. પ્રથમ અમેરિકાનું મીડિયા નેટવર્ક CNBCના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડોર્સી પદ છોડવા માટે તૈયાર છે.

માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરના સહ-સ્થાપક જેક ડોર્સીએ કંપનીના સીઈઓપદ છોડવાનો નિર્ણય લીધો છે. તેમની જગ્યાએ હવે ભારતીય મૂળના પરાગ અગ્રવાલ જવાબદારી સંભાળશે.

પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડોર્સીએ પરાગ અગ્રવાલની સીઈઓ તરીકેની નિમણૂક બદલ પ્રશંસા કરી હતી.ડોર્સીએ પરાગની પ્રશંસા કરાતાં કહ્યું હતું કે ટ્વિટરના નવા સીઈઓ તરીકે તેમને પરાગ પર ભારે વિશ્વાસ છે.

છેલ્લાં 10 વર્ષમાં તેમનું કામ શાનદાર રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તેઓ પરાગનાં વ્યક્તિત્વ અને કાર્યક્ષમતાથી ખૂબ જ પ્રભાવી છે. હવે તેમના માટે નેતૃત્વ કરવાનો સમય આવી ગયો છે.

પરાગ અગ્રવાલનો જન્મ મુંબઈમાં થયો હતો. પરાગના અભ્યાસની વાત કરીએ તો પરાગે પ્રાથમિક શિક્ષણ Central School માં મેળવ્યું હતું. તેણે કમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટની પદવી મેળવી છે.

તેણે IIT બોમ્બેમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી મેળવી છે. આ પછી તેમણે કેલિફોર્નિયા, યુએસએમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી (Stanford University)માં કમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કર્યું છે. તેમની ઉંમર 37 વર્ષની છે.

પરાગ અગ્રવાલ અત્યારસુધી ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) એટલે કે મુખ્ય ટેક્નિકલ અધિકારી હતા અને સંપૂર્ણ ટેક્નિકલ જવાબદારી સંભાળી રહ્યા હતા. ડોર્સીના જણાવ્યા મુજબ, પરાગ અગ્રવાલે ટ્વિટરમાં એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

હવે તેઓ સીઈઓનું પદ સંભાળવા જઈ રહ્યા છે.અગ્રવાલ 2011માં ટ્વિટર સાથે જોડાયા હતા. ત્યારથી તેઓ માત્ર ટ્વિટરમાં જ કામ કરી રહ્યા છે. વર્ષ 2017માં તેમને કંપનીના સીટીઓ બનાવવામાં આવ્યા હતા.

જ્યારે તેઓ કંપનીમાં જોડાયા ત્યારે કર્મચારીઓની સંખ્યા 1000 કરતાં ઓછી હતી. ટ્વિટર જોઇન કરતાં પહેલાં પરાગે માઇક્રોસોફ્ટ અને યાહૂમાં પણ સેવા આપી હતી.ટ્વિટરના સીઈઓ તરીકે નિયુક્ત થયા બાદ પરાગ અગ્રવાલે ટ્વિટર પર જેક ડોર્સીનો આભાર વ્યક્ત કર્યો છે.

તેમણે લખ્યું છે કે નિમણૂક કરીને તેઓ ખૂબ જ સન્માનિત થયાનું અનુભવી રહ્યા છે અને ખુશ છે. તેમણે સતત માર્ગદર્શન અને મિત્રતા માટે ડોર્સીનો આભાર માન્યો છે.
પરાગ અગ્રવાલ ટ્વિટરના બ્લૂસ્કી પ્રયાસનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેનો હેતુ સોશિયલ મીડિયા માટે એક ઓપન અને વિકેન્દ્રિત ધોરણ બનાવવાનો છે.

37 વર્ષના પરાગ હવે વિશ્વની ટોપ 500 કંપનીના સૌથી યુવા CEO બની ગયા છે. ટ્વિટરે તેમની જન્મ તારીખ જાહેર કરી નથી, પરંતુ તેમણે જણાવ્યું છે કે તેમનો જન્મ 1984માં થયો છે.

Read About Weather here

CTO તરીકે પરાગ ટ્વિટરની ટેક્નોલોજી વ્યૂહરચના અને ગ્રાહક આવક તથા વિજ્ઞાન ટીમોમાં મશીન લર્નિંગ અને AIની દેખરેખ માટે જવાબદાર હતા. હિન્દુસ્તાન ટાઇમ્સે PeopleAIના હવાલેથી પરાગ અગ્રવાલની અંદાજિત નેટવર્થ 1.52 મિલિયન એટલે કે 11,41,91,596 રૂપિયા જણાવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here