ટ્વિંકલ ખન્નાએ કર્યો ખુલાસો…!

ટ્વિંકલ ખન્નાએ કર્યો ખુલાસો...!
ટ્વિંકલ ખન્નાએ કર્યો ખુલાસો...!
લોકો કહે છે કે આ તો સરળ રસ્તો છે, પરંતુ મને લાગે છે તે ખૂબ મુશ્કેલ છે. કરિનાની આ વાત પર સહમત થતા ટ્વિંકલે જવાબ આપતા કહ્યું કે, મને નથી લાગતું તે સરળ છે, એક્ટ્રેસમાંથી રાઈટર બનેલી ટ્વિંકલ ખન્નાએ હાલમાં જ ટ્વીક ઈન્ડિયા પ્લેટફોર્મ પર કરિના કપૂરની સાથે પોતાની વાતચીત દરમિયાન ખુલાસો કર્યો કે તેને એક્ટિંગનું પ્રોફેશન મજબૂરીમાં પસંદ કર્યું કેમ કે તેની માતા ડિમ્પલ કાપડિયા એક સિંગલ મધર હતી.

Visit Saurashtra Kranti Homepage here

સાથે શોમાં કરિનાએ પણ એક્ટિંગમાં પોતાની કરિયર વિશે વાત કરી અને કહ્યું કે, એક્ટ્રેસ બનવા માટે પણ, તમારે એક કલાકાર બનવું પડે છે. હું તે કરી શકી નહીં.ટ્વિંકલે તેના પછી કરિનાને પૂછ્યું કે તેણે પોતાની ફેમિલીને કેવી રીતે કન્વિન્સ કર્યા કે તે ફિલ્મમાં કામ કરવા માગે છે, કેમ કે ‘કપૂર ખાનદાનની છોકરીઓને ફિલ્મમાં કામ કરવાની મંજૂરી નથી.’ કરિનાએ જવાબ આપતા કહ્યું, ‘મારી માતા ઘણી સપોર્ટિવ હતી. જ્યારે મારા પપ્પાને ખબર પડી તો લોલો (કરિશ્મા કપૂર) એક્ટ્રેસ બનવા માગે છે, તો તેઓ થોડા દુઃખી થઈ ગયા પરંતુ ઘણા લોકોને તેમની એ વાત પણ ખબર હશે કે તેઓ ઘણા ઓપન-માઈન્ડેડ છે.

તેઓ પિતા કરતા અમારા માટે મિત્ર વધારે છે.’ટ્વિંકલ આગળ પોતાની કરિયર ચોઈસ પર જણાવે છે કે, ‘મને ખબર છે કે તમારા માટે આ એક ચોઈસ હતી પરંતુ મારા માટે નહીં. હું ખરેખર અભિનેત્રી બનવા માગતી ન હતી. જરૂરિયાતના કારણે બની, મારી માતા એક સિંગલ મોમ હતી અને તે તમામ ખર્ચા ઊઠાવતી હતી. મને લાગે છે કે લોલો માટે પણ આવું જ કંઈક રહ્યું હશે, તેણે કોલેજ છોડવી પડી અને એક્ટિંગમાં આવવું પડ્યું.

Read About Weather here

અમે નાની ઉંમરમાં આ શરૂઆત કરી હતી. તે સમયે ફેમિલીને સપોર્ટ કરવા માટે આ જ સૌથી સારી રીત હતી. સેપરેશન પછી ટ્વિંકલ અને રિંકી બંને પોતાની માતાની સાથે રહેતી હતી. ટ્વિંકલે જાન્યુઆરી 2001માં એક્ટર અક્ષય કુમારની સાથે લગ્ન કર્યા અને તેને એક દીકરો આરવ અને એક દીકરી નિતારા છે.’ટ્વિંકલની માતા ડિમ્પલ કાપડિયા 1973માં રાજે ખન્નાની સાથે લગ્ન કર્યા હતા અને 1982માં તેમનાથી અલગ થઈ ગઈ. બંનેને બે દીકરીઓ છે, જેનું નામ ટ્વિંકલ અને રિંકી ખન્ના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here