ટ્રેનમાં ભળભળ આગ લાગી

ટ્રેનમાં ભળભળ આગ લાગી
ટ્રેનમાં ભળભળ આગ લાગી
સમગ્ર દુર્ઘટના અંગે રેલવે પ્રશાસનને જાણકારી મળતાં અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. સાથે જ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા નંદુરબાર રેલવે સ્ટેશન નજીક ગાંધીધામ-પુરી સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. પેન્ટ્રી કારમાં લાગેલી આગ બે કોચ સુધી પહોંચી ગઈ હતી. જેથી પેસેન્જર જીવ બચાવી ભાગ્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

આગના પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો.નંદુરબારથી ગાંધીધામ જનારી સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગી ગઈ હતી. પેન્ટ્રી કારમાં આગ લાગતા અફડાતફડી સર્જાઈ હતી. બાદમાં પેન્ટ્રી બોગી અલગ કરવામાં આવી હતી. જો કે બે ડબ્બામાંથી ધુમાડા નીકળી રહ્યા હતાં. જેથી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે.સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ લાગતાં રેલ વ્યવહાર વ્યવહાર ખોરવાયો હતો.

પેસેન્જર થી ભરેલી ટ્રેન હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો. જો કે હાલ પ્રાથમિક જાણકારી પ્રમાણે કોઈ જાનહાની નથી નોધાઈ.હાલ રેલવે અધિકારી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે.પેન્ટ્રી બોગીમાં રહેલો સામાન બળીને ખાક થયો છે. સવારે 11 વાગે ટ્રેન નંદુરબાર સ્ટેશનથી નીકળીને આગ લાગી હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

Read About Weather here

હાલ તપાસ ચાલી રહી છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડના સભ્ય સંજય શાહએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં આગ લાગ્યાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here