શહેરમાં વાહન ચાલકોને સીસીટીવી કેમેરાના આધારે આડેધડ ઈ – આપવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે છેલ્લા છ માસના પેન્ડીંગ ઈ-મેમાના દંડની રકમ નહી ભરનાર વાહનચાલકો માટે રવિવારે લોક અદાલત યોજાઈ હતી. જો કે તેમાં કેટલા કેસોનું સમાધાન થયું અને તે પેટે કેટલું શુલ્ક વસુલાયું તેના કોઈ ચોક્કસ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. ગઈ તા.21મી જૂને ટ્રાફિક બ્રાન્ચે પેન્ડીંગ – મેમાના દંડની રકમ તા.25 જૂન સુધીમાં નહીં ભરપાઈ કરનાર વાહનચાલકો સામે તા.26 મી જૂને યોજાનાર લોક અદાલતમાં કેસો કરવાની જાહેરાત કરી હતી .
Visit Saurashtra Kranti Homepage here
લોક અદાલતમાં છેલ્લા છ માસના પેન્ડીંગ ઈ – મેમા નહી ભરનાર વાહનચાલકો સામે જ એનસી કેસો મુકાવાના હતા. પરંતુ ટ્રાફિક બ્રાન્ચે બુધ્ધિપુર્વક તેની સ્પષ્ટતા પ્રેસનોટમાં કરતા છ માસ પહેલાના પણ પેન્ડીંગ ઈ-મેમાની 2કમ નહી વાહનચાલકોની બીજા દિવસથી દંડ ભરવા માટે ટ્રાફિક બ્રાન્ચની ઓફિસમાં કતારો ભરનાર લાગી હતી . જેને કારણે ટ્રાફિક બ્રાન્ચે લાખો રૂપીયાનો દંડ વસુલી લીધો હતો. જયારે દંડની રકમ નહીં ભરનાર વાહનચાલકો સામે આજે લોક અદાલતમાં કેસો મુકાનાર હતા. જેથી વાહનચાલકોએ લોક પહોંચી સમાધાન શુલ્કની રકમ ભરપાઈ કરી દીધી હતી.
Read About Weather here
ટ્રાફિક બ્રાન્ચે જારી કરેલી યાદીમાં જણાવ્યું છે કે ગઈ તા .17 જૂનથી તા.26મી જૂન સુધીમાં કુલ 23418 વાહનચાલકો પાસેથી ઈ-મેમા પેટે રૂા.1.78 કરોડ દંડની રકમ વસુલાઈ છે. લોક અદાલતમાં વાહનચાલકો પાસેથી દંડની રકમ લઈ બદલામાં તેમને કોઈ રસીદ નહીં આપવામાં આવી ફરિયાદો ઉઠી હતી. ટ્રાફિક બ્રાન્ચે યાદીમાં આવા વાહનચાલકોને ટ્રાફિક બ્રાન્ચની ઓફિસ ખાતેની રસીદ મેળવી લેવા જણાવ્યું છે . તેની સાથોસાથ આગામી એક સપ્તાહ સુધી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે ઈ-મેમા ઈસ્યુ નહીં કરવાની જાહેરાત કરી આ મુદત પુરી થયા બાદ વધુ કડકાઈ દાખવવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here