ટોક્યો ઓલમ્પિક પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ

ટોક્યો ઓલમ્પિક પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ
ટોક્યો ઓલમ્પિક પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ

ગમે ત્યારે ગેમ્સ થશે રદ્, આયોજકે આપ્યા સંકેત

આયોજન સમિતીએ તેને લઇને સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યુ છે કે, જો ટૂર્નામેન્ટ દરમિયાના કોરોનાના કેસમાં વધારો થાય અને વધુ ખેલાડીઓને કોરોના સંક્રમણ થાય છે તો ઓલમ્પિકને ગમે ત્યારે રદ્દ કરી દેવામાં આવશે.

Subscribe Saurashtra Kranti here

ટોક્યો ઓલમ્પિક પર કમિટીના મુખ્યા તોશિરો મુટોએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશેની માહિતી આપી છે.પહેલા જ કોરોનાને ધ્યાનમાં રાખીને ઓલમ્પિક ગેમ્સને દર્શકો વગર જ રમાડવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે અને હવે કોરોનાને કારણે ગેમ્સ રદ્દ થવાની પણ શક્યતાઓ દેખાઇ રહી છે.

તેમને આ મામલે સવાલ પુછવામાં આવ્યો હતો કે, શું ઓલમ્પિક કેન્સલ થઇ શકે છે? આ સવાલના જવાબમાં તોશિરોએ કહ્યુ કે, અમે કોરોનાના કેસ પર નજર રાખી રહ્યા છીએ.

Read About Weather here

જરૂર પડશે તો અમે બાકીના આયોજકો સાથે આ વિષયમાં વાત કરીશું. હાલમાં કોરોનાના કેસ વધી કે ઘટી શકે છે એટલે હાલમાં અમે આને લઇને કોઇ નિર્ણય નથી લીધો પરંતુ જો હાલાત વધુ ગંભીર બનશે તો અમે આ વિશે વિચારણા કરીશું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here