ટેન્કર સાથે અથડાતાં 5 યુવાનનાં મોત…!

ટેન્કર સાથે અથડાતાં 5 યુવાનનાં મોત…!
ટેન્કર સાથે અથડાતાં 5 યુવાનનાં મોત…!
કઠલાલના કપડવંજ રોડ પર પોરડા નજીક ગત મોડી રાત્રે ટેન્કર અને કાર વચ્ચેના ગોઝારા અકસ્માતમાં કાળ 5 જણાને ભરખી ગયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારા તમામ લોકો વિરમગામ અને લખતર તાલુકાના વતની હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાં ગઈકાલે ગુરુવારે મોડી રાત્રે હૃદય કંપાવી દે એવો અકસ્માત સર્જાતાં 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.  કઠલાલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

કઠલાલના કપડવંજ રોડ પર પોરડા નજીક ગઈકાલે ગુરુવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર નં. (GJ 23 AT 5678) અને સ્વિફ્ટ કાર નં. (GJ 27 AA 4715) વચ્ચે અકસ્માત થતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

લોચો વળેલી કારમાં સવાર કેટલાક લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા, જે પૈકી 4 વ્યક્તિનાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક વ્યક્તિને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત ખસેડાયો હતો, જેનું પણ ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

મૃતક વ્યક્તિઓ વિરમગામ અને લખતર તાલુકાના વતની હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ કઠલાલ પોલીસને કરવામાં આવતાં પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. સ્થાનિકોનું કહેવું છે કે ઓવરટેક કરવાની પળોજણમાં અકસ્માત સર્જાયો હતો.

પોલીસનાં સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક ભરતભાઇ જમોડના દીકરા કિરણ અને એમની સાથે આવેલા પાયલબેનને બેનને લઈને આવેલા અને આ બંન્નેને લેવા ઉપરોક્ત તમામ લોકો સ્વિફ્ટ કાર લઈને તોરણા પાસેના પેટ્રોલપંપે આવ્યા હતા.

Read About Weather here

જો કે પોલીસે ઇજાગ્રસ્તના નિવેદનની વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે. જેના પછી ચોક્કસ માહિતી બહાર આવે તેમ છે તેવુ તપાસ અધિકારીએ જણાવ્યું હતું. બંન્નેને કારમાં બેસાડી તમામ લોકો પરત પોતના ગામે જતાં હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here