અમેરિકાના પ્લાનો શહેરમાં સિક્સ્ટી વાઈન્સ રેસ્ટોરન્ટની બહાર ચાર મહિલા ભારતીય ભાષામાં વાત કરી રહી હતી. અમેરિકાના ટેક્સાસમાં ભારતીય-અમેરિકન મહિલાઓ પર વંશીય હુમલાનો મામલો સામે આવ્યો છે. એ સમયે એક મૂળ મેક્સિકન-અમેરિકન મહિલાએ તેમના પર જાતિવાદી ટિપ્પણીઓ અને અપશબ્દો સંભળાવતાં દુર્વ્યવહાર કર્યો હતો. અમેરિકન મહિલાએ એક ભારતીય મહિલાને થપ્પડ પણ મારી હતી. ઘટના 24 ઓગસ્ટની છે, આ અમેરિકન મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
એક ભારતીય મહિલાએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં આરોપી મહિલા ભારતીય મહિલાઓના સમૂહને કહેતી જોઈ શકાય છે, ‘હું તમને-ભારતીયોને નફરત કરું છું. આ દેશમાં તમે લોકો ભરાઈ પડ્યા છો. તમને સારું જીવન જોઈતું હતું, તેથી તમે અહીં આવી ગયા છો, પરંતુ તમારા જેવા લોકોના કારણે આ દેશ બરબાદ થઈ રહ્યો છે. તમે ભારત પાછા જાઓ. આ દેશને તમારી જરૂર નથી.
જ્યારે ભારતીય મહિલાઓએ તેમની ટિપ્પણીનો જવાબ આપ્યો, ત્યારે આરોપી મહિલાએ એક મહિલા સાથે મારપીટ પણ કરી હતી. 24 ઓગસ્ટે બનેલી આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ પ્લાનો પોલીસે 25 ઓગસ્ટે આરોપી મહિલાની ધરપકડ કરી હતી. મહિલા વિરુદ્ધ મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી મહિલાની ઓળખ એસ્મેરાલ્ડા અપટન તરીકે થઈ છે.
Read About Weather here
જામીન માટે તેણે 10,000 ડોલરના બોન્ડ ચૂકવવા પડશે. આ અંગે પ્લાનો પોલીસે તપાસ હાથ ધરી છે.વીડિયો સાથે મહિલાએ લખ્યું, ‘મિત્રો સાથે ડિનર એક ભયાનક અનુભવ સાથે સમાપ્ત થયું. જ્યારે અમે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યાં અને અમે પોતપોતાની કાર તરફ જઈ રહ્યાં હતાં ત્યારે એક નશામાં ધૂત મહિલા અમારી પાસે આવી. તે ગુસ્સામાં હતી. તેણે અમારા મિત્રો પર જાતિવાદી ટિપ્પણીઓ કરીને અમારી પર હુમલો પણ કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here