ટી-શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્યને ગૃહમાંથી હાંકી કાઢયા (3)

VIMAL-T-SHIRT-PARLIAMENT
VIMAL-T-SHIRT-PARLIAMENT

વિમલ ચુડાસમા કાળા રંગનું ટી-શર્ટ પહેરીને ગૃહમાં આવતા સ્પીકરએ એમને ગૃહમાંથી હાંકી કાઢવાનો આદેશ

Subscribe Saurashtra Kranti here.

હું કોંગ્રેસનો છું એટલે મારા ટી-શર્ટ વિશે ટકોર કરવામાં આવી રહી છે

આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યના કપડાના મુદ્દે સ્પીકરના આદેશને પગલે ભારે ધાંધલ ધમાલ મચી જવા પામી હતી. કોંગ્રેસના સભ્ય વિમલ ચુડાસમા કાળા રંગનું ટીશર્ટ પહેરીને ગૃહમાં આવતા સ્પીકરએ એમને ગૃહમાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે દેકારો બોલી ગયો હતો.

સ્પીકરે ટીશર્ટ પહેરીને આવેલા સભ્યને ગૃહની બહાર ચાલી જવા આદેશ આપ્યો હતો. એક તબક્કે કોંગ્રેસ સભ્યને 3 દિવસ ગૃહમાંથી સસ્પેન્ડ દરખાસ્ત પણ તૈયાર થઇ ગઈ હતી. પરંતુ વિપક્ષી કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા સસ્પેન્ડ કરવામાં આવ્યા ન હતા. ગૃહની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો છું એટલે મારા ટી-શર્ટ વિશે ટકોર કરવામાં આવી રહી છે.

Read About Weather here

ભાજપના ધારાસભ્યને કઈ કહેવામાં આવતું નથી. તેઓ પણ ટી-શર્ટ પહેરીને આવે છે. હું તો મારા મતવિસ્તારમાં પણ ટીશર્ટ પહેરીને જ ફરું છું. કોંગ્રેસના સભ્યના કપડાના મુદ્દે ગૃહમાંથી દૂર કરવાની આ ઘટના એ ભારે ચર્ચા જગાવી છે અને સ્પીકરના નિર્ણયથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના સુત્રોએ ખુદ ભાજપના એક મંત્રી અંગે ઇશારો કર્યો હતો અને ટકોર કરી હતી કે, ખુદ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા મોટાભાગે ટી-શર્ટમાં જ સજજ હોય છે ત્યારે સ્પીકરનું ધ્યાન જતું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here