ટીમ ઈન્ડિયાનું સેલિબ્રેશન

ટીમ ઈન્ડિયાનું સેલિબ્રેશન
ટીમ ઈન્ડિયાનું સેલિબ્રેશન
જીતના આ સેલિબ્રેશનમાં શિખર ધવન, ઈશાન કિશન, આવેશ ખાન જેવા સ્ટાર્સ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. 30 સેકન્ડના આ વીડિયોમાં ઈશાને પોતાના સ્ટેપ્સથી દર્શકોના દિલ જીતી લીધા હતા. સોમવારે હરારેમાં ટીમ ઈન્ડિયાનું જબરદસ્ત સેલિબ્રેશન જોવા મળ્યુ હતુ. કાલા ચશ્મા ગીત પર ટીમના ખેલાડીઓએ જોરદાર ડાન્સ કર્યો હતો.  આ વીડિયો IPLની ઘણી ફ્રેન્ચાઈઝીએ શેર કર્યો છે. ફ્રેન્ચાઇઝી પછી, ફેન્સ પણ તેને શેર કરવા લાગ્યા છે.

https://www.instagram.com/reel/ChkbbC6K7is/?utm_source=ig_embed&ig_rid=5957ef3a-b3e3-47ef-9390-dfb5dab322fa

Visit Saurashtra Kranti Homepage here

ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે. તેણે પ્રથમ મેચ 10 વિકેટથી જીતી હતી, પછી બીજી મેચમાં ઝિમ્બાબ્વેને 5 વિકેટે હરાવ્યું અને ત્રીજી મેચમાં 13 રનથી રોમાંચક જીત મેળવી હતી.ભારતે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી વનડે 13 રને જીતી લીધી હતી. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં છેલ્લી વનડેમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 289 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 49.3 ઓવરમાં 276 રન જ બનાવી શકી હતી.

Read About Weather here

ભારત માટે શુભમન ગિલે પોતાની વનડે કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. ભારતીય ટીમ હવે 27 ઓગસ્ટથી UAEમાં શરૂ થઈ રહેલા એશિયા કપમાં પોતાનું સારુ પ્રદર્શન કરશે. તેની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાનની સામે રમાશે. છેલ્લી વખત પાકિસ્તાન સામે T20 વર્લ્ડ કપમાં ટકરાયા હતા. ત્યારે પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.યજમાન ટીમ માટે સિકંદર રઝાએ સદી ફટકારી હતી, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો.ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ રાઉન્ડમાં જીત બાદ પણ સેલિબ્રેશનનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here