રાંચીના JSCA સ્ટેડિયમમાં આજે 3 મેચની વન-ડે સિરીઝની બીજી વન-ડે રમાઈ રહી ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે 279 રનનો ટાર્ગેટ 45.5 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. ટીમ ઈન્ડિયાની આ જીતના હીરો શ્રેયસ અય્યર અને ઈશાન કિશન રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
શ્રેયસ અય્યરે પોતાના વન-ડે કરિયરની બીજી સદી ફટકારી હતી. તેણે 111 બોલમાં 113* રન ફટકાર્યા હતા. તો ઈશાન કિશને 84 બોલમાં 93 રન ફટકાર્યા હતા. આ બન્ને વચ્ચે 161 રનની પાર્ટનરશિપ થઈ હતી. તો સંજુ સેમસને પણ 36 બોલમાં 30 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી વેઈન પર્નેલ, કાગિસો રબાડા અને બી. ફોર્ટ્યુને 1-1 વિકેટ લીધી હતી અગાઉ સાઉથ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટે 278 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી સૌથી વધુ એડન માર્કરમે 89 બોલમાં 79 રન ફટકાર્યા હતા. તો રિઝા હેનરિકે 76 બોલમાં 74 રન કર્યા હતા. બન્ને વચ્ચે 129 બોલમાં 129 રનની પાર્ટનરશિપ થઈ હતી. અંતમાં ડેવિડ મિલર 34 બોલમાં 35 રન કરીને અણનમ રહ્યો હતો.
Read About Weather here
ભારત તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 10 ઓવરમાં 1 મેડન સાથે માત્ર 38 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો વોશિંગટન સુંદર, શાહબાઝ અહેમદ, કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી. અગાઉ સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયા માટે શાહબાઝ અહેમદ ડેબ્યૂ હતું. રૂતુરાજ ગાયકવાડ અને રવિ બિશ્નોઈની જગ્યાએ શાહબાઝ અહેમદ અને વોશિંગ્ટન સુંદર રમી રમ્યા હતા. તો સાઉથ આફ્રિકાની ટીમમાં આજે ટેમ્બા બાવુમાની જગ્યાએ કેશવ મહારાજ કેપ્ટનશિપ કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here