ટંકારા મામલતદાર કચેરી સામે કયા કારણે થયો વિરોધ પ્રદર્શન..?

ટંકારા મામલતદાર કચેરી સામે કયા કારણે થયો વિરોધ પ્રદર્શન..?
ટંકારા મામલતદાર કચેરી સામે કયા કારણે થયો વિરોધ પ્રદર્શન..?

ટંકારા ગામે અધિકારીઓએ જમીન કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ

અધિકારીઓ સામે પગલાં લેવા આખો દિવસ એક પગે ઉભા રહીને પ્રદર્શન કર્યું.રાજ્યમાં જમીન કૌભાંડ આચરનાર સામે સરકારે લાલ આંખ કરી છે. જમીન પચાવી પાડનાર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવે છે.

આ કાયદો અમલી બનતા જમીન કૌભાંડ આચરનાર લે-ભાગુ તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભોગ બનનાર લોકો ફરિયાદ નોંધાવી રહ્યા છે. લોકો સરકારનો હૃદયપૂર્વક આભાર માની રહ્યા છે.

Subscribe Saurashtra Kranti here

ટંકારા સામે સરકારી અધિકારીઓએ જમીનનું મસમોટું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો થયા છે. સરકારી અધિકારીઓ સામે પગલાં લેવા ટંકારા મામલતદારની કચેરી બહાર છેલ્લા ઘણા દિવસોથી ટંકારા ગામનાં સામાજીક કાર્યકર ભરતભાઈ સોલંકી તથા હમીરભાઈ માલધારી આખો દિવસ એક પગે ઉભા રહી શાંતિપૂર્વક ધરણા તથા પુરાવાઓનું પ્રદર્શન કરી રહ્યા છે. જવાબદાર સામે પગલા લેવા માંગ કરી છે.

Read About Weather here

તેઓએ જણાવ્યું છે કે, આવનારા દિવસોમાં ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ ધરણા પ્રદર્શનને અલગ રીતે સંવૈધાનિક અધિકાર મુજબ પરિવર્તિત કરવામાં આવશે. જમીનનું મસમોટું કૌભાંડ આચરનાર સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાની ગ્રામજનોમાં ચર્ચાઓ થઇ રહી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here