ટંકારાના છતર ગામે પરણીતાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

અમદાવાદમાં હાઇ એલર્ટ: મોટા આતંકી હુમલાનો ભય
અમદાવાદમાં હાઇ એલર્ટ: મોટા આતંકી હુમલાનો ભય

દારૂ પી ચા બનાવવા બેઠેલા પ્રૌઢ ગંભીર રીતે દાઝી ગયા

ટંકારા તાલુકાના છત્તર ગામે પરિવાર સાથે પેટીયું રળવા આવેલી પરપ્રાંતિય પરિણીતાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો તેણીને ઝેરી અસર થતાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી

Subscribe Saurashtra Kranti here

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા રત્નાભાઇની વાડીમાં પરિવાર સાથે મજૂરી કામ અર્થે આવેલી સુનિતાબેન સુરપાલભાઈ ડોડવે નામની 30 વર્ષની પરિણીતાએ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી ઝેરી દવા પીવા પાછળનું કારણ જાણવા કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટ તાલુકાના ખેરાણા ગામે રહેતા ડાયાભાઈ તેજાભાઈ સોલંકી નામના 57 વર્ષના વૃદ્ધ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે પ્રાઈમ્સ ઉપર ચા બનાવતા હતા

Read About Weather here

તે દરમિયાન વૃદ્ધ ઉભા થઈને ચાલવા જતા અકસ્માતે ચાલુ પ્રાઈમસ પર પટકાયા હતા ગંભીર રીતે દાઝી જતાં તેઓને તાત્કાલીક સારવાર છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here