જો કે, હવે તે પહેલાની જેમ જીવલેણ નથી. આમ છતાં આના ભયને નકારી શકાય તેમ પણ નથી. હજી કોરોનાને સંપૂર્ણ રીતે કાબૂમાં પણ નથી લઈ શકાયો તેવામાં કેનેડા તરફથી નવી ચેતવણી જાહેર કરવામાં આવી છે. ૨૦૧૯ થી કોરોના વિશ્વભરમાં તબાહી મચાવી રહ્યો છે. જો કે આ વાયરસ માટે ઝડપથી રસી બનાવવામાં આવી, તેમ છતાં પણ કોરોનામાં મ્યુટેશન આવી રહ્યા છે. જેના કારણે આ વાયરસ હજુ પણ ફેલાઈ રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
અહેવાલ છે કે કેનેડાના હરણોમાં ઝોમ્બી બનાવે તેવા વાયરસ મળી આવ્યા છે.વાઈસ વર્લ્ડ ન્યૂઝના સમાચાર મુજબ કેનેડાના હરણની પ્રજાતિમાં આ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના સંપર્કમાં આવતા હરણ બીજા હરણોને મારીને ખાય છે. કેનેડાના કેટલાક ભાગોમાં ક્રોનિક વેસ્ટિંગ રોગને રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે. આલ્બર્ટા યુનિવર્સિટીના વન્યજીવ રોગ નિષ્ણાત માર્ગો પિબસે જણાવ્યું કે હરણમાં આ મહામારી ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે આ વાયરસ કેનેડામાં પહેલી વાર જોવા નથી મળ્યો, પરંતુ ૧૯૯૬માં પહેલીવાર જોવા મળ્યો હતો. આ સમયે આ વાયરસ એક ખેતરમાં ફેલાયો હતો અને તે પછી આ વાયરસ અન્ય પ્રાણીઓમાં ફેલાયો હતો. બાદમાં બધા પ્રાણીઓના મર્યા બાદ આ વાયરસ ફેલાવાનું બંધ થયુ હતુ. બેક્ટેરિયા અને અન્ય વાયરસની આનુવંશિક માહિતી મળી શકે છે, પરંતુ હરણમાં ફેલાતા આ વાયરસ વિશે કોઈ માહિતી મળી નથી.
Read About Weather here
CWD વિશે સૌથી મોટી ચિંતા એ છે કે તે હરણથી અન્ય કોઈ પ્રાણી અથવા તો માણસોમાં પણ ફેલાઈ શકે છે. આ ચેપગ્રસ્ત પ્રાણીનું માંસ ખાવાથી નથી થતો, પરંતુ તેના પેશાબ અને લાળ એટલે કે થૂંકની પકડમાં આવવાથી પણ થાય છે. જો કે, અત્યાર સુધી મનુષ્યોમાં આ ચેપનો એક પણ કેસ નોંધાયો નથી.તેનો શિકાર બન્યા પછી, વ્યક્તિ લૂઝ મોશન, ડિપ્રેશન અને પેરાલિસિસનો શિકાર બની જાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here