ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતાં 5 બાળકો સહિત 7 જીવતા ભડથું

ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતાં 5 બાળકો સહિત 7 જીવતા ભડથું
ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતાં 5 બાળકો સહિત 7 જીવતા ભડથું
અહીં મંગળવારે મોડી રાત્રે કચરાના ઢગલાને અડીને આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગતાં એક જ પરિવારના સાત લોકો જીવતા દાઝી ગયા હતા.ટીબ્‍બા રોડ સ્‍થિત મક્કર કોલોની વિસ્‍તારમાં એક દર્દનાક અકસ્‍માત સામે આવ્‍યો છે ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. જયાં ફાયર બ્રિગેડની ગાડીએ સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્‍યારે આગને કારણે ઝૂંપડપટ્ટીમાં સૂતેલા એક જ પરિવારના ૭ લોકોના મોત નિપજતાં હોબાળો મચી ગયો હતો. તમામ મૃતકો બિહારના સમસ્‍તીપુર જિલ્લાના રહેવાસી હતા. મૃતકોમાં દંપતી સહિત ૫ બાળકોનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

મૃતકોની ઓળખ સુરેશ સાહની (૫૫), તેની પત્‍ની અરૂણા દેવી (૫૨) પુત્રી રાખી (૧૫), મનીષા (૧૦), ગીતા (૮), ચંદા (૫) અને પુત્ર ૨ વર્ષીય સની તરીકે થઈ છે. પરિવારનો મોટો પુત્ર રાજેશ આ ઘટનામાં બચી ગયો હતો, જે રાત્રે તેના મિત્રના ઘરે સુવા ગયો હતો. રાજેશે જણાવ્‍યું કે તે મૂળ બિહારના સમસ્‍તીપુર જિલ્લાનો છે. તેના પિતા સુરેશ કુમાર ભંગારના વેપારી તરીકે કામ કરતા હતા. આટલો મોટો અકસ્‍માત થશે એવું કોઈએ વિચાર્યું ન હતું.

Read About Weather here

ઘટનાની માહિતી મળતાં જ સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોની ટીમ, ડીસી સુરભી મલિક અને પોલીસ કમિશનર કૌસ્‍તુભ શર્મા ઘટનાસ્‍થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહોને બહાર કાઢી સિવિલ હોસ્‍પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરી છે.હાલ સુધી આગ લાગવાનું કારણ બહાર આવ્‍યું નથી. પોલીસ તેની તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુમાં શહેરમાં આગ લાગવાના બનાવો સતત વધી રહ્યા છે.ફોરેન્‍સિક ટીમ પણ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here