મોર્નિંગ વોકમાં નિકળેલા જજને અજાણ્યા વાહને કચડી નાખ્યા
ઝારખંડનાં જજ ઉતર આનંદનું ગઈકાલે મોર્નિંગ વોક દરમિયાન શંકાસ્પદ મૃત્યુ થતા ઝારખંડથી નવી દિલ્હી સુધી ન્યાય તંત્રની લોબીમાં હલચલ મચી ગઈ છે. ધનબાદનાં જજ નો મૃત્યુનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનએ ઘટનાની ઊંડી તપાસ યોજવા માંગણી કરી છે.
Subscribe Saurashtra Kranti here
સુપ્રીમનાં મુખ્ય ન્યાય મૂર્તિ એન.વી.રામણાએ ઝારખંડ હાઇકોર્ટનાં વડા ન્યાય મૂર્તિ સાથે વાતચીત કરી હતી.ધનબાદનાં ડીસ્ટ્રીકટ અને એડીશનલ જજ ઉતર આનંદ ધનબાદમાં મોર્નિંગ વોક પર નિકળ્યા હતા ત્યારે એમના નિવાસ સ્થાન પાસે જ બેફામ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહને એમને કચડી નાખ્યા હતા. જજ રસ્તા પર નિકળ્યા ત્યારે આખો માર્ગ સુનકાર હતો
વાહનને બાજુમાંથી પસાર થઇ જવાની પુરતી જગ્યા હતી પણ પસાર થવાને બદલે વાહને પ્રચંડ ટક્કર મારી જજને ઉલાડવામાં આવ્યા હતા આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી. અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલક સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Read About Weather here
આ ઘટના અકસ્માત નહીં પણ હત્યા હોવાની શંકા ઝારખંડનાં ધારાશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે. કોલસા માફીયા માટે કુખ્યાત ધનબાદ શહેરમાં માફીયા ટોળકીઓ દ્વારા થયેલી અનેક હત્યાઓનાં કેસ જજ આનંદ સમક્ષ ચાલી રહ્યા હતા. ઝારખંડ હાઈકોર્ટનાં વડા ન્યાય મૂર્તિએ મામલો હાથ લીધો છે. સુપ્રીમનાં જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે આ ઘટનાને ન્યાય તંત્રની આઝાદી પર હુમલા સમક્ષ જણાવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here