રાજકોટમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ગત સપ્તાહ દરમ્યાન રોગચાળો વધુ વકરી ગયો છે. આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા. 4 થી 10 એપ્રિલ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે. ઝાડા-ઉલ્ટીના 147 કેસો નોંધાયા છે. જયારે શરદી-ઉધરસના 236 કેસ અને સામાન્ય તાવના પણ 84 કેસો નોંધાયા છે.
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ અને મેલેરીયા શાખા દ્વારા રોગચાળો પ્રસરતો અટકાવવા માટે ફોગીગ સહિતના પગલા લેવામાં આવી રહયા છે.
Visit Saurashtra Kranti Homepage here
ગયા સપ્તાહે કુલ 13092 ઘરોમાં પોરા નાશક કામગીરી કરવામાં આવી હતી. જયારે મચ્છરોની નાબુદી માટે વ્હીકલ માઉટેડ ફોગીંગ મશીનથી વિવિધ વિસ્તારોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી.
Read About Weather here
જામનગર રોડ, નવયુગ પરા, ધાચી વાડ, લક્ષ્મીવાડી, ગુંદાવાડી, રણછોડ નગર, રેલનગર, વેલનાથપરા, છત્રપતી શિવાજી ટાઉનશીપ, પંચનાથપ્લોટ, જાગનાથ પ્લોટ વગેરે વિસ્તારોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. શહેરના કુલ 193 જેટલા કોર્મશીયલ વિસ્તારો અને ઇમારતોમાં ડેન્ગ્યુ રોગ અટકાવવા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને મચ્છર ઉત્પતી બદલ 457 આસામીઓને નોટીશ આપવામાં આવી હતી. જરૂરી વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો હતો.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here