જ્વેલરે રૂપિયા 11 કરોડની સંપત્તિ દાન કરી…!

જ્વેલરે રૂપિયા 11 કરોડની સંપત્તિ દાન કરી…!
જ્વેલરે રૂપિયા 11 કરોડની સંપત્તિ દાન કરી…!
આ ઉપરાંત તેમણે પત્ની લીના અને 11 વર્ષના દીકરા અમય સાથે સાંસારિક જીવનનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવી લીધો છે. મધ્ય પ્રદેશના બાલાઘાટના બુલિયનના કારોબાર સાથે સંકળાયેલા રાકેશ સુરાના નામના એક વેપારીએ તેમની 11 કરોડની સંપત્તિ ગૌશાળા અને ધાર્મિક સંસ્થાઓને દાનમાં આપી છે. તેઓ તેમના પરિવાર સાથે 22 મેના રોજ જયપુરમાં દીક્ષા લેવા જઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્વેલરે રૂપિયા 11 કરોડની સંપત્તિ દાન કરી…! સંપત્તિ

દીક્ષા લેતા પહેલા રાકેશ સુરાણા (40), તેમના પત્ની લીના સુરાના (36) અને પુત્ર અમય સુરાના (11)ને શહેરના લોકોએ શોભાયાત્રા કાઢીને વિદાય આપી હતી.સુરાનાએ કહ્યું કે તેમણે ગુરુ મહેન્દ્ર સાગર મહારાજ અને મનિષ સાગર મહારાજના પ્રવચનમાં અને તેમના સાનિધ્યમાં રહીને ધર્મ, આધ્યાત્મિકતા અને આત્મ સ્વરૂપની ઓળખ કરવાની પ્રેરણા મેળવી. આ ઉપરાંત તેમના પત્નીએ બાળપણમાં ત્યાગના માર્ગે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. દીકરા અમયે ફક્ત ચાર વર્ષની ઉંમરે સંયમના માર્ગે જવાનું નક્કી કર્યું હતું.

Read About Weather here

જો કે તેની નાની ઉંમરના કારણે અમયને સાત વર્ષ રાહ જોવી પડી હતી.રાકેશ બાલાઘાટમાં સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલો છે. એક સમયે નાની દુકાનમાંથી જ્વેલરીનો વ્યવસાય શરૂ કરનાર રાકેશે તેમના સ્વર્ગસ્થ મોટા ભાઈની પ્રેરણા, તેમની સખત મહેનત અને સતત પ્રયત્નોથી આ ક્ષેત્રમાં સંપત્તિ અને પ્રતિષ્ઠા બન્ને પ્રાપ્ત કર્યાં હતા. તેમણે કરોડોની સંપત્તિની કમાણી છે, પરંતુ સુરાણા પરિવાર તેમની વર્ષોની થાપણો દાન કરીને આધ્યાત્મિકતા તરફ વળી રહ્યો છે.આધુનિકતાના આ યુગના સુખી જીવનની તમામ સુવિધાઓ તેમના પરિવાર પાસે હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here