જેતપુર યાર્ડના ચેરમેન-વા.ચેરમેન બિનહરીફ

જેતપુર યાર્ડના ચેરમેન-વા.ચેરમેન બિનહરીફ
જેતપુર યાર્ડના ચેરમેન-વા.ચેરમેન બિનહરીફ

ચેરમેન તરીકે જયંતી હીરપરા અને વાઈસ ચેરમેનપદે હરેશ ગઢીયાની વરણી

જેતપુર માર્કેટયાર્ડના નવા સુકાનીઓની ચૂંટણી માટે બેઠક થઈ હતી. ચેરમેનપદ માટે જયંતીભાઇ હીરપરા તથા વાઈસ ચેરમેન માટે હરેશભાઇ ગઢીયાના નામની દરખાસ્તને તમામ ડાયરેકટરોએ સંમતિ આપતા બિનહરીફ વરણી થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેતપુર માર્કેટીંગ યાર્ડ ખાતે માર્કેટયાર્ડની વર્ષ 2021-26 ના પ્રથમ ટર્મ માટે ચેરમેન અને વા.ચેરમેનની ચુંટણી જીલ્લા રજીસ્ટ્રાર વી.આર.કપુરીયાના અધ્યક્ષ સ્થાને તેમજ રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા,યાર્ડના પૂર્વ ચેરમેન દિનેશભાઈ ભુવા,રાજકોટ જીલ્લા ડેરીના પ્રમુખ ગોરધનભાઈ ધામેલીયા,શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ જોગી, નગરપાલિકા પ્રમુખ સુરેશભાઈ સખરેલીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.ડી.પટેલ,ડા.એન્ડ પ્રી.ના પ્રમુખ જેન્તીભાઈ રામોલીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં ચેરમેન તરીકે જયંતીભાઈ હીરપરા તથા વા.ચેરમેન તરીકે હરેશભાઈ ગઢીયાની યાર્ડની પ્રથમ ટર્મ માટે સર્વાનુમતે વરણી થયેલ હતી. જેતપુર માર્કેટ યાર્ડનું બોર્ડ 40 વર્ષના શાસનમાં પ્રથમવાર બિનહરીફ થયું છે.

Read About Weather here

નવા ચૂંટાયેલા પ્રમુખ જયંતીભાઈ હીરપરા તથા વા.ચેરમેન હરેશભાઈ ગઢીયાને અભિનંદન પાઠવેલ વધુમાં પ્રમુખ જયંતીભાઈ હીરપરા તથા વા.ચેરમેન હરેશભાઈ ગઢીયા એ પોતાના વકતવ્યમાં જેતપુર માર્કેટીંગ યાર્ડને ખેડુતો માટે વધારેમાં વધારે સુવિધા યુકત બનાવવા અને વેપારી, કમીશન એજન્ટભાઈને પણ ખુબ સારા વેપાર રોજગાર વધે તેવા પ્રયાસો કરી જેતપુર માર્કેટીંગ યાર્ડને વિકાસ લક્ષી બનાવવા ખાત્રી આપી દરેક આગેવાનો, કર્મચારી ગણ તથા બોર્ડ ઓફ ડીરેકટરોનો આભાર વ્યકત કરેલ હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here