જેતપુરમાં ગૃહઉદ્યોગનાં ગોડાઉનમાંથી 15 તેલનાં ડબ્બાની ચોરી

જેતપુરમાં ગૃહઉદ્યોગનાં ગોડાઉનમાંથી 15 તેલનાં ડબ્બાની ચોરી
જેતપુરમાં ગૃહઉદ્યોગનાં ગોડાઉનમાંથી 15 તેલનાં ડબ્બાની ચોરી

બે શખ્સો ગોડાઉનમાં પ્રવેશ કરી રૂ. ૨૮૫૦૦ નો મુદ્દામાલ ચોરી કરી જતા સીસીટીવી કેમેરામાં કેદ

જેતપુરમાં આવેલા બળદેવધાર પાસે સાક્ષી ગૃહઉદ્યોગનાં ગોડાઉનમાંથી અજાણ્યા બે ઈસમો રૂ. ૨૮૫૦૦ ની કિંમતનાં ૧૫ તેલનાં ડબ્બાની ચોરી કરી જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ ધોરાજી રોડ પર આવેલા બી.એન.કે એપાર્ટમેન્ટમાં જેતપુરમાં રહેતા રામભરત શિવભરત ગૌસ્વામી (ઉ.વ.૫૦) નામના બાવાજી પ્રોઢએ જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે બળદેવધારમાં આવેલ સાક્ષી ગૃહઉદ્યોગ નામના કારખાનાનાં ગોડાઉનમાં રાખેલા તેલનાં ડબ્બા નંગ-૧૫ કિંમત રૂ. ૨૮૫00 ની કોઈ અજાણ્યા બે ઈસમો ચોરી કરી લઇ જતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવના પગલે શહેર પોલીસનાં પી.એસ.આઈ એસ.આર.ખરાડી સહિતનાં સ્ટાફે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી તસ્કરોને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમારામારી, લૂંટ અને વ્યાજખોરીનાં ગુનામાં 2 શખ્સો પાસામાં ધકેલાયા
Next articleશહેરમાં ત્રણ સ્થળોએ જુગારનાં દરોડા: ચાર મહિલા સહિત 19 ની ધરપકડ