જેતપુરમાં અગાઉ પોલીસ અરજી કર્યાનો ખાર રાખી મહિલા -દંપતી પર 2 શખ્સોનો હુમલો

જેતપુરમાં અગાઉ પોલીસ અરજી કર્યાનો ખાર રાખી મહિલા -દંપતી પર 2 શખ્સોનો હુમલો
જેતપુરમાં અગાઉ પોલીસ અરજી કર્યાનો ખાર રાખી મહિલા -દંપતી પર 2 શખ્સોનો હુમલો

શેઢા પાડોશી ભરવાડ દંપતીએ લાકડી-પાઇપ વડે મારમાર્યા અંગેનો ગુનો નોંધાયો

જેતપુરના સૂર્વે નદીના કાંઠે અગાઉ પોલીસ અરજી કર્યાનો ખાર રાખી ભરવાડ મહિલા સહીત ત્રણને શેઢા પાડોસી લાકડી વડે મારમારી ખૂનની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

Subscribe Saurashtra Kranti here

મારામારીના બનાવ અંગે જેતપુરના ખીરસરના ગામે રહેતા હેતલબેન ચનાભાઈ રાઠોડ (ઉ.વ23 )ની ફરિયાદ પરથી જેતપુર તાલુકા પોલીસે પૂજા લાલજી રાઠોડ તથા લાલજી સોમા ભરવાડ સામે લાકડી વડે મારમારી કરી માતા-પિતાને ઇજા કરી ખૂનની ધમકી આપનાર સામે ગુનો નોંધ્યો છે.

પોલીસે આઇપીસી325 ,323 ,ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.ભરવાડ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે અગાઉ પોલીસ સ્ટેશનમાં જમીન મુદ્દે શેઢા પાડોશી સામે અરજી દાખલ કરી હતી.

જે બાબતનો ખાર રાખી વાડીએ કામ કરતી વેળાએ પૂજાબેને લાકડી વડે,લાલજી પાઇપ વડે હુમલો કરી માતા વજુબેન તથા પિતા ચાનભાઈને મારમારી હાથ -પગે ઇજા કરી ખૂનની ધમકી આપી હતી.

Read About Weather here

ઘવાયેલા પુત્રી સહીત દંપતીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. બનાવ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.કે.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકેનાલ રોડ પર શીંગના વેપારી પર ચા ના ધંધાર્થી સહીત 2 શખ્સોનો પાઇપ વડે હુમલો
Next articleટંકારાના છતર ગામે પરણીતાનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ