Subscribe Saurashtra Kranti here.
જેતપુર અને ખાંટ રાજપુત સમાજ ગુજરાતી પરિવારનું ગૌરવ વધાર્યુ
જેતપુરના કરણ ગુજરાતીએ આઇઆઇટી, આઇઆઇએસસી અને પીએસયુ માટેની ઓલ ઇન્ડિયા ગેટ ૨૦૨૧ની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. તેમજ સમગ્ર ભારતમાં અગિયારમાં ક્રમે ઉત્તિર્ણ થઈ ગુજરાત, જેતપુર અને ખાંટ રાજપુત સમાજ ગુજરાતી પરિવારનું ગૌરવ વધાર્યુ છે.
મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, ટોપ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જેવી કે આઇઆઇએસસી અને આઇઆઇટી તેમજ પબ્લિક સેક્ટર અન્ડર ટ્રેનીંગ કંપનીઓ જેવી કે ઓએનજીસી, એચપીસીએલ, આઇઓસીએલ,એમપીસીઆઇએલ વગેરેમાં આગળ વધવા માટે ગેટ એક્ઝામ સમગ્ર ભારતમાં દર વર્ષે યોજાય છે. જેમાં ભારતભરમાંથી લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. ગેટ એક્ઝામ સમગ્ર ભારત તથા વિદેશોના ૬ જેટલા શહેરોમાં યોજાય છે. જેમાં આ વખતે ગેટ-૨૦૨૧નું પરીણામ માત્ર ૧૭.૮૨ ટકા જ છે.
Read About Weather here
આ પરીક્ષામાં જેતપુરના વતની ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના નિવૃત્ત શિક્ષક રમેશભાઈ જીવરાજભાઈ ગુજરાતીના પુત્ર કરણ ગુજરાતીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ અને સમગ્ર ભારતમાં અગિયારમાં ક્રમે ( ઓલ ઇન્ડિયા રેન્ક -૧૧) ઉત્તિર્ણ થઈ સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ગુજરાતી પરિવાર તથા શ્રી ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યુ છે. કરણ ગુજરાતી ભવિષ્યમાં તેઓ સફળતાના સર્વોચ્ચ શીખરો સર કરી સમગ્ર ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા સમસ્ત ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓએ, યુવાનોએ પાઠવી છે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here