જેતપુરના ઉમરાળી ગામે જુગાર ક્લબ ઝડપાઈ

948
જેતપુરના ઉમરાળી ગામ
જેતપુરના ઉમરાળી ગામ

રૂરલ એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોને દબોચી લઇ રૂ. ૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો

જેતપુરના તાલુકાના ઉમરાળી ગામની સીમમાં મગન બચુ પાદરીયાની વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૬ શખ્સોની ધરપકડ કરી રૂ. ૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ જેતપુરના ઉમરાળી ગામની સીમમાં આવેલ મગન બચુ પાદરીયાની વાડીના મકાનમાં જુગાર ક્લબ ચલાવતી હોવાની બાતમી મળતા રૂરલ એલ.સી.બી.ના પી.આઈ. એ.આર.ગોહિલની સુચનાથી પી.એસ.આઈ. વી.એમ.કોલાદરા સહિતમાં સ્ટાફે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા મગન બચુ પાદરીયા નામનો શખ્સ બહારથી માણસો ભેગા કરી,

Read About Weather here

જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા માટે નાણા ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડતો હોય પોલીસે રેડ દરમ્યાન સ્થળ પરથી જુગાર રમતા વસંત લાલુ શંક, ભોળો ઉર્ફ મિતેષ જગદીશ વાગડીયા, અતુલ પાલા સાગઠીયા, દિલીપ દેવજી દાફડા, ક્રિપાલસિંહ દિલુભા જાડેજા સહિત ૬ શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. ૭૮,૩૦૦ સહિત કુલ રૂ.૧,૦૩,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleપ્રાથમિક શૈક્ષિક મહાસંઘ- ગુજરાતનું સરકારને નિવેદન
Next articleવેક્સિન રજીસ્ટ્રેશનના નામે થતી છેતરપિંડીથી બચો