જેઠાલાલ ને દયાભાભીનો વીડિયો વાઇરલ

જેઠાલાલ ને દયાભાભીનો વીડિયો વાઇરલ
જેઠાલાલ ને દયાભાભીનો વીડિયો વાઇરલ
હાલમાં જ સોશિયલ મીડિયામાં સિરિયલનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં દિશા વાકાણી તથા દિલીપ જોષી ડાન્સ રિહર્સલ કરતા જોવા મળે છે. લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સિરિયલના તમામ કલાકારો ઘેર-ઘેર જાણીતા છે. સિરિયલમાં જેઠાલાલનું પાત્ર દિલીપ જોષીએ ભજવ્યું છે, જ્યારે દયાના રોલમાં દિશા વાકાણી છે. જોકે, દિશા વાકાણી છેલ્લે 2017માં જોવા મળી હતી.

વાઇરલ વીડિયોમાં દિલીપ જોષી તથા દિશા વાકાણી બંને કોરિયોગ્રાફરની સાથે ડાન્સ સ્ટેપનું રિહર્સલ કરે છે.દિશા વાકાણીએ 2017માં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. હાલમાં જ દિશાની બેબી બમ્પ દેખાતો હોય તેવી તસવીરો વાઇરલ થઈ હતી.

આ તસવીરો જોઈને ચાહકો અટકળ કરવા લાગ્યા કે દિશા વાકાણી બીજીવાર પ્રેગ્નન્ટ છે. જોકે, દિશાએ આ અંગે હજી સુધી કંઈ જ કહ્યું નથી.દિશા વાકાણી ‘તારક મહેતા..’માં 2008થી જોડાયેલી છે, જોકે સપ્ટેમ્બર, 2017થી તે શોમાં આવી નથી.

એવી ચર્ચા છે કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે. જોકે સિરિયલના મેકર તથા દિશા વાકાણીએ આ અંગે કંઈ જ કહ્યું નથી. સિરિયલના મેકર્સે હજી સુધી નવાં દયાભાભી અંગે કોઈ જ વાત કરી નથી.

સૂત્રોના મતે, દિશા શોમાં પરત આવશે કે નહીં એનો નિર્ણય તેના પતિ પર નિર્ભર છે. સૂત્રોના મતે, ‘દિશા પોતાના જીવનમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ઘણી જ નબળી છે. લગ્ન પહેલાં તે પોતાના પિતા પર નિર્ભર હતી.

પછી ભાઈ અને હવે પતિ પર. તે પોતાના નિર્ણયો ક્યારેય જાતે લેતી નથી. શોમાં જ્યારે કમબેક કરવાની વાત આવી ત્યારે તેના પરિવાર તરફથી કેટલીક ડિમાન્ડ આવી હતી, જેમ કે નાઈટ શૂટ નહીં, શનિ-રવિ રજા, મહિનામાં 15 દિવસ જ શૂટિંગ, દીકરી માટે અલાયદો રૂમ અને ફીમાં વધારો.

જોકે આ શરતો માનવી શક્ય નહોતી.ગયા વર્ષે દિશા શોમાં પરત ફરશે એવી ચર્ચા હતી. જોકે પછી કોઈક મુદ્દે સમાધાન ના થતાં દિશાએ શોમાં આવવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં શોમાં દયાભાભીનો પત્ર આવે છે

Read About Weather here

આ સીન આવ્યા બાદ ફરીથી દિશા વાકાણી શોમાં આવશે કે નહીં, એની ચર્ચા થવા લાગી હતી. જોકે પછીથી દિશા વાકાણી શોમાં પરત ફરી નહોતી. અને પત્રમાં તે જેઠાલાલને ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ પરત ફરશે, તેવી વાત કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here