જૂનાગઢનાં પાદરીયામાં ભત્રીજી પર મામા-મામીનો હુમલો

નારાયણનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે તલવાર - કુહાડી વડે મારમારી:ચારને ઇજા
નારાયણનગરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે તલવાર - કુહાડી વડે મારમારી:ચારને ઇજા
જુનાગઢનાં પાદરીયા ગામે રહેતા મજુરી કામ કરતા સાગર ભૂપત મકવાણા (ઉ.વ.૨૭) એ તેના પિતા ભૂપત કાળુ મકવાણા (ઉ.વ.૬૫) સાથે રાત્રીનાં ઘરે આવેલા મહેમાન સંજય વાઘેલા સાથે જમવા બેઠા હતા. ત્યારે પડોશમાં રહેતા મામા મહેશ ચકુભાઈ સોલંકી, મુક્તાબેન મહેશ સોલંકીએ આવા તારા ઘરે આવેલા મહેમાન સાથે ઝઘડો ચાલે છે. કહીં મામા-મામીએ ધારિયા વડે હુમલો કરી પિતા-પુત્રનો જીવલેણ ઈજાઓ કરી નાસી છૂટ્યા હતા. ઘવાયેલા પિતા-પુત્રને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જૂનાગઢ તાલુકાનાં પી.એસ.આઈ પી.વી.ધોકડીયાએ હુમલો કરનાર મામા-મામી સામે આઈ.પી.સી નં. ૩૦૭,૩૨૩,૨૯૪ (બી), ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

Subscribe Saurashtra Kranti here

જસદણનાં સનાળા ગામે જમીન મુદ્દે મારામારી! ત્રણ ઘવાયા

જસદણનાં સનાળા ગામે રહેતા રમેશ જેઠા ચાવડા (ઉ.વ.૩૫) એ પત્ની રંજન જીવું ભાયા ચાવડા (ઉ.વ.૭૦) સાથે કૌટુંબિક કાકા ધુલા ચાવડા, તેના પુત્ર અનીલ ધુલા પાસે જમીન વેચાણનાં પૈસા માંગવા ગયા હતા. પર જે બાબતનું મન દુઃખ રાખી પિતા-પુત્રએ લાકડી વડે હુમલો કરી ત્રણેયને માર-મારતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જસદણ તાલુકા પોલીસે મારામારી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ભગીરથ સોસાયટીનાં યુવાને દેણું થઇ જતા ઝેર પીધું

શહેરનાં સંતકબીર  રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા અશોક અરજણ કેરિયા (ઉ.વ.૩૦) બે વર્ષ દરમિયાન બેંકનું વ્યાજ ખોરોનું દેણું થઇ જતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બી.ડિવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જસદણમાં પિતાએ ઠપકો આપતા પુત્રએ ઝેર પીધું

જસદણનાં કમળાપુર ગમે રહેતા કુલદીપ ભરત રાઠોડ (ઉ.વ.૧૮) તેના પિતાએ વાડીમાં ગાયોને નિંણનાં નાખવા બાબતે ઠપકો આપી સમયસર કામ કરવા જણાવ્યું હતું. જે બાબતનું માંઠુ લાગી આવતા યુવાને ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખસેડાયો હતો. જસદણ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ધારીમાં પાડોશીની ધમકીથી કંટાળી યુવકનો આપઘાત

ધારીનાં સરસીયા ગામે રહેતા રોહિત નાનજી બોરીચા (ઉ.વ.૨૩) એ તેના પાડોશી દિલીપ ખીમસુરીયાની ધમકીથી કંટાળી જઈ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબિબે મૃત જાહેર કરતા દલિત પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. ધારી પોલીસે જીજ્ઞેશ જોશીની ફરિયાદ પરથી આરોપી દિલીપ ખીમસુરીયા સામે મારવા મજબુત ક્યાં અંગેનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

ધારીનાં હીરાવા ગામ પાસેથી ચાર નશાખોરો ઝડપાયા

Read About Weather here

ધારી તાલુકાનાં હીરાવા ગામ પાસે ધારી પોલીસે વાહન ચેકિંગ દરમ્યાન ઉના તરફથી ગઢડા જતી ઇકો કારને તપાસી લેતા ચાલક નરેશ રમેશ કટારીયા, ધરમશી રઘુ સરવૈયા, વિરમ ગોરધન જતાપરા, દિલીપ મગન જતાપરા (ઉ.વ.૨૨) એ નશાની હાલતમાં મળી આવતા ચારેય સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ એ.એસ.આઈ દેબેન્દ્ર જોષીએ ગુનો નોંધ્યો છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleગુજરાત હાઈકોર્ટમાં દારૂબંધીને પડકારતી અરજી પર સુનાવણી
Next articleકપાસીયા ખોળામાં ભેળ-સેળ નાબૂદ કરવા ભારતીય કિસાન સંઘની રજુઆત