માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા અપાયેલા અંદાજ મુજબ 25 રાજયોના સરકારી પરિવહન નિગમ પાસે 32000થી વધુ 10 વર્ષ જૂની ડિઝલ બસ છે દેશમાં પર્યાવરણ જાળવણી માટેના એક મહત્વના કદમમાં કેન્દ્ર સરકારે તમામ રાજયોના પરિવહન નિગમ (સ્ટેટ ટ્રાન્સપોર્ટ)ને તેમની 10 વર્ષ જૂની તમામ ડિઝલ બસોના સ્થાને ઈલેકટ્રીક વ્હીકલ અપનાવવા જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
અને કેન્દ્ર સરકાર હવે આ પ્રકારના 15 વર્ષ જૂની ડિઝલ બસ-કાફલાનું રજીસ્ટ્રેશન રીન્યુ કરશે નહી જેનો અર્થ એ છે કે આ બસોને સ્કેપમાં મોકલવાની રહેશે.આ પ્રકારની 10 વર્ષ જૂની ડિઝલ બસ મોટા પાયે પ્રદુષણ સર્જે છે. જેથી તેને તબકકાવાર નિવૃત કરીને તેના સ્થાને ઈ-બસોનો ઉપયોગ કરાશે. જો કે આ ઈ-બસના વધતા કાફલા માટે યોગ્ય ચાર્જીસ સ્ટેશન તથા રીપેરીંગ સુવિધા ઉપરાંત યોગ્ય ગુણવતાની બેટરીની ઉપલબ્ધતા વિ.ના પ્રશ્ર્નો પર પણ હવે કેન્દ્ર સરકાર ધ્યાન આપી રહી છે.
Read About Weather here
દેશમાં કોરોના પછી લોકોએ શકય હોય ત્યાં જાહેર ટ્રાન્સપોર્ટના સ્થાને વ્યક્તિગત વાહનોનો ઉપયોગ શરૂ કર્યો હતો અને પાંચ મહાનગરો દિલ્હી, બેંગ્લોર, કોલકતા, હૈદરાબાદ અને સુરતમાં કેન્દ્રની ઈ-બસ નીતિના ભાગરૂપે 5450 ઈલેકટ્રીક બસોનો ઉપયોગ શરૂ થયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here