અમિત શાહે તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘હૈદરાબાદમાં તેલુગુ સિનેમાના હીરો તથા ઘણાં જ પ્રતિભાશાળી એક્ટર જુનિયર NTR સાથે વાત થઈ.’ અમિત શાહે સો.મીડિયામાં આ મુલાકાતની તસવીરો પણ શૅર કરી હતી. અમિત શાહે એક્ટરને ટેલેન્ટેડ એક્ટર ગણાવ્યો હતો. સાઉથ સુપરસ્ટાર જુનિયર NTRએ હાલમાં જ હૈદરાબાદમાં ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી. જુનિયર NTRએ આ પોસ્ટ રી-પોસ્ટ કરીને કહ્યું હતું, ‘અમિતજી તમને મળીને ઘણો જ આનંદ થયો.
Visit Saurashtra Kranti Homepage here
તમારા શબ્દો માટે આભાર.’અમિત શાહ તથા જુનિયર NTRની મુલાકાત અંગે અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, હોમ મિનિસ્ટરે એક્ટરને કહ્યું હતું કે ભાજપ સમય આવ્યા એક્ટરની સેવાઓ લેશે. ઉલ્લેખનીય છે કે 2009માં એક્ટરે TDP માટે પ્રચાર કર્યો હતો. ત્યારબાદથી જુનિયર NTRએ પોલિટિક્સથી અંતર જાળવી રાખ્યું છે.હોમ મિનિસ્ટર તથા એક્ટરની આ મુલાકાત અંગે છેક છેલ્લી ઘડી સુધી કોઈને ખબર નહોતી.
Read About Weather here
ત્યાં સુધી રાજ્યના નેતાઓને પણ ખ્યાલ નહોતો. તમામ પ્રોગ્રામની જાહેરાત માત્ર એકાદ-બે કલાક પહેલાં જ કરવામાં આવી હતી. જુનિયર NTRની ફિલ્મ RRRએ વર્લ્ડવાઇડ 1200 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ બે તેલુગુ ફ્રિડમ ફાઇટર્સ પર આધારિત છે. ફિલ્મમાં રામચરણ તેજા તથા જુનિયર NTR લીડ રોલમાં હતાં. જોકે, પછી એ સવાલ થઈ રહ્યો છે કે રામચરણ તેજા પણ સાથે હોવો જોઈતો હતો. આથી જ આ મુલાકાત પાછળ રાજકીય પરિબળો જવાબદાર છે.અજય દેવગન તથા આલિયા ભટ્ટ પણ મહત્ત્વના રોલમાં હતાંભાજપના એક નેતાએ કહ્યું હતું કે અમિત શાહે RRRમાં એક્ટરના પર્ફોર્મન્સથી પ્રભાવિત થઈને મુલાકાત કરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here