ભારતની અનેક ઐતિહાસિક સ્થળોને હેરિટેજ સ્મારકની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. હેરિટેજ સ્મારકની યાદીમાં સ્થાન મળતા ઐતિહાસિક સ્થળોનું મહત્વ બમણું થઈ જાય છે. પ્રવાસીઓ માટેની આકર્ષક જગ્યા બની જાય છે.
થોડા દિવસો પહેલા જ ધોળવીરને હેરિટેજ સ્મારકની યાદીમાં સ્થાન અપાયું. બાદ આજ વધુ એક સ્થળ જે જુનાગઢની બહાઉદ્દીન કોલેજને રાજ્ય સરકારની ભલામણ બાદ યુનેસ્કોએ હેરિટેજ સ્મારકની યાદીમાં સ્થાન આપ્યું છે.
જૂનાગઢનું ગૌરવ કહી શકાય તેવી બહાઉદ્દીન કોલેજનું નિર્માણ 120 વર્ષ પહેલા એટલે કે, ઈ.સ.1900 ની સાલમાં થયું હતું. ૨૫ માર્ચ, 1897 નાં રોજ આ કોલેજની ભવ્ય ઈમારતનું શિલાન્યાસ થયું હતું. નિર્માણકાર્યમાં બહાઉદ્દીનનું યોગદાન હતું. સાથે જ પુરુષોત્તમરાય ઝાલા પણ તેમાં સમાવિષ્ટ હતા. કેટલાક મહાનુભાવોનાં મત મુજબ આ ભવન પહેલા બહાઉદ્દીનનું નિવાસસ્થાન હતું.
Subscribe Saurashtra Kranti here
આ કોલેજનાં બાંધકામમાં રૂપિયાની ચિંતા કર્યા વગર છુટા હાથે પૈસા વાપરી બેનમૂન વાસ્તુ શિલ્પથી કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. બહાઉદ્દીનભાઈને 60 વર્ષ પૂર્ણ થતા 60 હજાર રૂપિયા ભેટમાં મળ્યા અને પોતે 20હજારનો ઉમેરો કરી બાકીનાં રૂપિયા દાતાઓ પાસેથી લઇ 3 નવેમ્બર 1900 નાં રોજ કોલેજનું લોકાર્પણ ભારતનાં તત્કાલીન વાઈસરોય લોર્ડ કર્ઝનનાં હસ્તે કરવામાં આવ્યું હતું.
કોલેજના બેનમૂન બાંધકામની ભવ્યતા
કોલેજનું બાંધકામ જેઠા ભગા મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. ભવનની ઈમારત ઐતિહાસિકતાની સાથો-સાથ સ્થાયત્ય કલાનો પણ અદ્દભુત નમુનો છે. કોલેજનાં મધ્યખંડનું બાંધકામ કોઈપણ આધારસ્તંભ વગર થયેલું છે. આ મધ્યખંડમાં કુલ ૫૨ બારીઓ છે. મધ્યખંડની પહોળાઈ 180 ફૂટ, 100 ફૂટ લાંબો અને 60 ફૂટ પહોળો અને ઉંચી છત હોવા છત્તાં તેમાં એકપણ પીલર નથી. એ સ્થાનિક કારીગરની કોઠાસૂઝનો ઉત્તમ નમૂનો છે.
મહમદખાન-3 નો રાજ્યાભિષેક કોલેજના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવ્યો હતો. 13 નવેમ્બર 1947 ના રોજ કોલેજના પટાંગણમાં સરદાર પટેલએ સભા યોજી હતી.કોલેજનાં બેનમૂન બાંધકામની ભવ્યતા કોલેજનું બાંધકામ જેઠાભગા મિસ્ત્રી દ્વારા કરવામાં આવેલું છે.
બહાઉદ્દીન કોલેજ સાથે 4 યુનિવર્સિટી જોડાયેલ હતી.
- બોમ્બે યુનિવર્સિટી
- ગુજરાત યુનિવર્સિટી
- ભક્ત કવિ નરસિહ મહેતા યુનિવર્સિટી
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
Read About Weather here
હાલ આ કોલેજ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોડાયેલ છે. બહાઉદ્દીન કોલેજમાં કોલેજમાં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, ફારસી, ફ્રેન્ચ, તત્વજ્ઞાન, ઇતિહાસ, અર્થશાસ્ત્રનો, પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ હતો. કોલેજના પ્રથમ વર્ષે 97 વિધાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. ફસ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ થનાર જે. એલ. સાઠ હતા. પ્રથમ પ્રિન્સિપાલ માર્શ હેસકેથ હતા.
ઝવેરચંદ મેઘાણી, ગૌરીશંકર જોષી, મનોજ ખંડેરિયા, શૂન્ય પાલનપુરી, રાજેન્દ્ર શુક્લ, ગિરીજાશંકર આચાર્યએ પણ બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કર્યો હતો .
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here