જી.એસ.ટી.ના કરોડોના બોગસ બિલીંગ કેસમાં જામનગરના વેપારી દિપેશભાઈ ચાંદ્રાને સેશન્સ કોર્ટ દ્વારા ધરપકડ સામે રક્ષણ આપવામાં આવેલ છે. આ કેસમાં વેપારીને જી.એસ.ટી. વિભાગ દ્વારા વારંવાર સમન્સ અપાતા તેઓને પોતાની ધરપકડ થવાની દહેશત હોય તેમણે આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરેલ, જે અરજી ચાલવા ઉપર આવતા જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન. મહેતાએ વેપારી તરફે ધારદાર દલીલો કરી હતી જેમાં જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટ દ્વારા સમન્સ ઇસ્યુ કરવાની સત્તાનો દુરૂપયોગ કરાતો હોવાની તથા વેપારીઓ દ્વારા કાયદેસરની લીધેલી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ વ્યાજ – દંડ સહીત પરત કરવા દબાણ કરાતું હોવાની રજુઆત ધ્યાને લઇ નામદાર કોર્ટ દ્વારા વેપારીને ધરપકડ સામે રક્ષણ આપવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ કેસની વિસ્તૃત વિગત મુજબ મેટલ સ્ક્રેપનો વેપાર કરતા જામનગરના વેપારી દિપેશભાઈ ચાંદ્રાને જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટના તપાસ કર્તા અધિકારી દ્વારા અરજદાર વેપારીની પેઢી શિવાંશ ટ્રેડર્સ દ્વારા અન્ય પેઢીઓ સાથે કરવામાં આવેલ માલની ખરીદી સંબંધે ખરેખર માલની સપ્લાય કરવામાં આવેલ નથી અને ખરીદીના ખોટા બીલો આપી બોગસ વેપારી સાથે વ્યવહાર કરી અરજદાર દ્વારા મોટી રકમ ની ખોટી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવામાં આવેલ છે તેવા આક્ષેપો સાથે અરજદાર દ્વારા કરવામાં આવેલ વ્યવહારોની ચકાસણી કરવી જરૂરી હોય જી.એસ.ટી.એક્ટની કલમ 70 મુજબના સમન્સની અરજદાર – વેપારી ઉપર બજવણી કરી તા . 01-07-2017 થી ખરીદ વેચાણની વિગતો સાથે હાજર રહી નિવેદન આપવા માટે જણાવવામાં આવેલ.
અને અરજદારની પેઢીએ અન્ય પેઢીઓ સાથે કરેલ વ્યવહારોની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં અરજદાર વેપારીએ હાજર થઇ જરૂરી દસ્તાવેજો રજુ કરેલા, થયેલા વ્યવહારો સાચા છે અને મેળવેલી ઈનપુટ ટેક્સ ક્રેડીટ પણ સાચી છે તેવી રજુઆત કરવા છતા આકારણી કરવાને બદલે તપાસ કર્તા અધિકારી દ્વારા અરજદારને વારંવાર બોલાવી ઈનપુટ ટેક્સ ક્રેડીટની રકમ વ્યાજ તથા પેનલ્ટી સાથે જમા કરાવી દેવા આગ્રહ રાખવામાં આવી રહેલો અને તેવા સંજોગોમાં અરજદાર આ રકમ ન ભરે તો જી.એસ, ટી, વિભાગ દ્વારા આ ગુનાના કામમાં અરજદારની ખોટી રીતે ધરપકડ કરવાની શક્યતા રહેલી હોય જેથી તેમણે પોતાના વકીલ અપૂર્વ એન . મહેતા મારફત સી.આર.પી.સી.ની કલમ 438 હેઠળ આગોતરા જામીન મેળવવા માટે નામદાર સેસન્સ કોર્ટમાં અરજી દાખલ કરેલ હતી. જે અરજી ચાલવા ઉપર આવતા જી.એસ.ટી વિભાગના સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો.
Read About Weather here
પરંતુ વેપારીના વકીલ શ્રી મહેતાની તર્ક સંગત દલીલો , ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તેમજ પર્સનલ લિબર્ટી અને આગોતરા જામીનને લગતા પ્રસ્થાપિત સિધ્ધાંતોને ધ્યાને લઇ નામદાર સેસન્સ કોર્ટ દ્વારા ઉક્ત વેપારીને ધરપકડ સામે પ્રોટેક્શન આપતો હુકમ તા.14 ના રોજ ફરમાવવામાં આવેલ છે.ઉપરોક્ત કેસમાં વેપારી વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ એન . મહેતા તથા રાજકોટના એડવોકેટ જયદીપ એમ કુકડિયા તથા દર્શીલ કે. માઝની રોકાયેલા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here