જીવનસંગિનીને બચાવવા કલેકટરના દરબારમાં પતિની દર્દભરી અપીલ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

રાજકોટમાં જિલ્લાના ગામોમાં મ્યુકરમાઇકોસિસનો આતંક, ઇન્જેકશન માટે દર્દીઓની કાલાવાલા

જીવન રક્ષક ઇન્જેકશનોની કારમી તંગી, તાકિદે વ્યવસ્થા કરવા જિલ્લા પંચાયત વિપક્ષી નેતા અર્જુન ખાટરીયા કલેકટર સમક્ષ ઘા, ગ્રામ્ય વિસ્તારોમાં કેસો વધી રહયા છે અને ઇન્જેકશન ખુટી રહયા છે, દર્દીઓને ઘરે પરત લાવવાની મજબુરી

કોંગ્રેસ અગ્રણીની વિવિધ સ્થળે રજૂઆતો, તાત્કાલીક પુરવઠાની વ્યવસ્થા કરવા જોરદાર માંગણી, ખુદ વિપક્ષી નેતાના સ્નેહીજનના પત્નીને ઇન્જેકશનના વાંકે ઘરે પરત લાવવા પડયા, ગંભીર પરિસ્થિતિ

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મ્યુકરમાઇકોસિસનો ભયાનક રોગચાળો ચિંતા જનક હદે વ્યાપક અને બેકાબુ બની રહયો હોવા છતાં દર્દીઓની સારવાર માટે અત્યંત જરૂરી ઇન્જેકશન અને દવાઓ ખુટી પડયા હોવાની ગંભીર ફરીયાદ ખુદ રાજકોટ જિલ્લા કોંગ્રેસના ટોચના આગેવાને કરી છે અને કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી મ્યુકર સારવારના ઇન્જેકશનોના પુરવઠાની તાબડતોબ વ્યવસ્થા કરવા જોરદાર માંગણી કરી છે.

Subscribe Saurashtra Kranti here

ગામડાઓમાંથી સિવિલમાં સારવાર લેતા દર્દીઓને ઇન્જેકશનના વાંકે ઘરે પરત લઇ જવાની ફરજ પડી રહી હોવાના કિસ્સા પણ બન્યા છે. જેના કારણે પરિસ્થિતિનિ ગંભીરતાનો નિર્દેશ મળે છે. રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા અને કોંગ્રેસના અગ્રણી અર્જુનભાઇ ખાટરીયાએ જિલ્લા વિકાસ અધિકારીને એક તાકિદનો પત્ર પાઠવ્યો છે અને ઇન્જેકશન વિના દર્દીઓની જે કફોડી સ્થિતિ થઇ છે તેનો દર્દનાક ચિતાર રજૂ કર્યો છે.

હમણાં રાજકોટમાં કોંગ્રેસ અગ્રણીના એક મીત્રની પત્ની માટે ઇન્જેકશન ન મળતા જીવનસંગિનીને બચાવવા પતિ સીધા કલેકટર કચેરી દોડી ગયાની હદય ધ્રુજાવી દેતી ઘટના પણ બની હતી.

તેમણે જિલ્લા પંચાયતના પ્રમુખને પણ પત્રની નકલ પાઠવી છે. અર્જુન ખાટરીયાએ એવી રજૂઆત કરી છે કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મ્યુકરમાઇકોસિસનો રોગ મોટા પ્રમાણમાં વકરી ગયો છે. દર્દીઓ માટે ઇન્જેકશન મેળવવાનું પણ કપરૂ બની ગયું છે. જેના કારણે ગામડાના દર્દીઓની હાલત અત્યંત કફોડી બની જવા પામી છે. આરોગ્ય વિભાગ કોઇ માહિતી આપતું નથી, સ્ટોક અંગેની પણ માહિતી આપતું નથી, કોઇ પણ સરકારે માર્ગદર્શનનો અભાવ હોવાથી ઇન્જેકશન કઇ રીતે અને કયાંથી મેળવી શકાય તેની દર્દીઓના પરીવારજનોને ખબર પડતી નથી. કલેકટરકલેકટર તંત્ર અને જિલ્લા પંચાયત તંત્ર દ્વારા ગ્રામ્ય કક્ષાએ મ્યુકરની સારવારના ઇન્જેકશન તાત્કાલીક ગામડાઓમાં પહોંચાડવાની જરૂર ઉભી થઇ છે તો જ દર્દીઓના જાન બચાવી શકાય તેમ છે.

કોંગ્રેસી નેતાએ લાલ બત્તી ધરી છે કે, આગામી દિવસોમાં જો ઇન્જેકશનની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ ગંભીર અને પડકાર રૂપ બની જશે આ અંગે તાત્કાલીક પગલા લેવા તેમણે વહીવટી તંત્રને અનુરોધ કર્યો હતો.

Read About Weather here

અત્યારે રાજકોટ સિવિલમાં પણ સેંકડો દર્દીઓ મ્યુકરમાઇકોસિસની સારવાર લઇ રહયા છે. અલગ વોર્ડ ઉભા કરવા પડી રહયા છે. આવા દર્દીઓને ઓપરેશન પણ કરવાની પણ જરૂર પડતી હોય છે આથી ઓપરેશન થીયેટરોમાં પણ વ્યવસ્થા વધારવાનું અનીવાર્ય બન્યું છે. જો તાબડ તોબ જિલ્લા વહીવટી તંત્ર અને લાગતા વળગતા વિભાગો દવા, ઇન્જેકશનના પુરતા સ્ટોકની વ્યવસ્થા નહીં કરે તો પરિસ્થિતિ બેકાબુ બની જવાની ભીતી છે. આ દિશામાં હવે યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાની જરૂર છે. આવા દર્દીઓના પરીવારજનોને સચોટ માર્ગદર્શન આપવું જોઇએ અને એમના સુધી ઇન્જેકશનો જરૂરીયાત મુજબ પહોંચતા રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ. એવું શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની પ્રજા ઇચ્છી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here