જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા જ્ઞાનનો પ્રકાશ જરૂરી: ભુપેન્દ્ર પટેલ

જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા જ્ઞાનનો પ્રકાશ જરૂરી: ભુપેન્દ્ર પટેલ
જીવનમાં લક્ષ્ય પ્રાપ્ત કરવા જ્ઞાનનો પ્રકાશ જરૂરી: ભુપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના યુવાનો માટે જરૂરી શૈક્ષણિક અને વ્યવસાય લક્ષી માર્ગદર્શીકા ‘ઉડ્ડાન’નું વિમોચન કરતા જણાવ્યું હતું કે, ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ઘડતર અથવા ઉદ્યોગોને અનુરૂપ કુશળ માનવ શક્તિ પૂરી પાડવા આ પુસ્તિકા જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. તેમણે કહ્યું હતું કે, જ્ઞાન એ સર્વાંગી વિકાસ માટે સર્વોપરી છે. લક્ષિત ધ્યેય સુધી પહોંચવા જ્ઞાનનો પ્રકાશ જરૂરી છે. આજનાં યુગમાં બાળકને તેની રસરુચિ મુજબમાં અભ્યાસક્રમ અને કારકિર્દીમાં આગળ વધવાની તક આપવી જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રીએ વિવિધ અભ્યાસક્રમોનું વિદ્યાર્થીઓને સરળતાથી માર્ગદર્શન આપવાના વિશેષાંકને પ્રગટ કરવા બદલ જનસહાયક ટ્રસ્ટ, હીરામણી શૈક્ષણિક સંકુલને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ ટ્રસ્ટના ચેરમેન અને સાંસદ નરહરિ અમિનની ઉપસ્થિતિમાં પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલને કારણે રાજ્યની યુવાશક્તિને ઘરઆંગણે જ વિશ્વકક્ષાનું શિક્ષણ, વિશ્વકક્ષાનું જ્ઞાન આપવા વિવિધલક્ષી અભ્યાસ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ શરૂ કરાઈ શકી છે અને ગુજરાતનાં છાત્રોને ઘરઆંગણે જ વિશ્ર્વસ્તરનું ઉચ્ચ શિક્ષણ મળતું થયું છે.

Read About Weather here

રાજ્ય સરકારે વ્યવસાયલક્ષી વોકેશનલ ટ્રેનીંગને પણ મહત્વ આપવાનું શરૂ કર્યું છે. ગુજરાતે વડાપ્રધાનની નવી શિક્ષણનીતિ મુજબ જ્ઞાન કુંજ પ્રોજેક્ટમાં 16 હજારથી વધુ સ્માર્ટ કલાસીસ અને 780 થી વધુ સરકારી શાળાઓમાં ‘લર્નિંગ બાય ડુંઇગ’નો નવતર અભિગમ અપનાવ્યો છે. ટ્રસ્ટના ચેરમેન નરહરિ અમિને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અને વ્યવસાયલક્ષી સઘન માર્ગદર્શન આપતું આ પુસ્તક ગામેગામ વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે. વડાપ્રધાને છેવાડાના માનવીના શિક્ષણ, આરોગ્ય અને રમત- ગમત સુવિધાઓની ચિંતા કરી છે. જેના ફળ સ્વરૂપે આજે ગુજરાતમાં 100 થી વધુ યુનિવર્સિટી છે. આવી સવલતો દેશમાં અન્ય ક્યાંય નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here