જાહેર રસ્તા પર હથોડાથી હુમલો…!

જાહેર રસ્તા પર હથોડાથી હુમલો...!
જાહેર રસ્તા પર હથોડાથી હુમલો...!
હુમલાખોરે યુવકને હથોડો મારીને અધમરો કરી દીધો છે. આજુબાજુના લોકોએ યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ હુમલાખોરે તેના પગ પર અનેક ઘા મારતા રહ્યાં.

Visit Saurashtra Kranti Homepage here

હરિયાણાના ફરીદાબાદમાં એક વર્ષ પહેલાં ભાઈને થપ્પડ મારવાનો બદલો લેવા માટે આરોપીઓએ જાહેર માર્ગ પર એક યુવકને હથોડા અને રૉડથી માર માર્યો છે.

આખી ઘટનાનો રુંવાડા ઊભા કરી દેતો એક વીડિયો સામે આવ્યો છે. ઘાયલ યુવકને ગંભીર હાલતમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ હરકતમાં આવેલી પોલીસે બે હુમલાખોરની ધરપકડ કરી છે.

એક આરોપી હજુ ફરાર છે.પોલીસ પૂછપરછમાં તે વાતનો ખુલાસો થયો કે પીડિતે હુમલાખોરના ભાઈને એક વર્ષ પહેલાં થપ્પડ માર્યો હતો. એક વર્ષ પહેલાં જ ઘટેલી ઘટનાનો બદલો લેવા માટે આરોપીઓએ આ હુમલો કર્યો હતો.

પકડાયેલાં આરોપીઓની ઓળખ ફતેહપુર ચંદીલા ગામના નિવાસી લલિત અને પ્રદીપ તરીકે થઈ છે.DSP નીતિશ અગ્રવાલે જણાવ્યું કે પીડિત મનીષે વર્ષ 2020માં આરોપી પ્રદીપના ભાઈ યોગેશની સાથે NIT વિસ્તારમાં મારામારી કરી હતી.

આ ઘટનાની ફરિયાદ NIT પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. તેઓએ જણાવ્યું કે હુમલાખોર સામે NIT પોલીસ સ્ટેશનમાં પોલીસે હત્યાનો પ્રયાસ, હવાઈ ફાયરિંગ સહિત અન્ય ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.

Read About Weather here

તેઓએ જણાવ્યું કે આરોપી સચિન હજુ ફરાર છે, ત્યારે તેની શોધખોળ પોલીસ ટીમ કરી રહી છે.આ વાતનો બદલો લેવા માટે કાર સવાર આરોપી સચિન, લલિત અને પ્રદીપે મળીને સોમવારે બડખલ લેકની પાસે મનીષ પર હુમલો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here