જામનગર હાઈવે પર ખંઢેરી સ્ટેડીયમ પાસે વૃદ્ધને બાઈકે હડફેટે લેતા વૃદ્ધનું મોત, બાઈક સવાર બે વ્યકિતને ઈજાગ્રસ્ત

જામનગર:૧૨ વર્ષની કિશોરીએ રહસ્યમય સંજોગોમાં કર્યો આપઘાત
જામનગર:૧૨ વર્ષની કિશોરીએ રહસ્યમય સંજોગોમાં કર્યો આપઘાત
રાજકોટ નજીક જામનગર હાઈવે પર ખંઢેરી સ્ટેડીયમ પાસે ચાલીને જતા વૃદ્ધ સિકયુરીટી ગાર્ડને બાઈકે હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજયું હતું.જયારે બાઈક સવાર બે વ્યકિતને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

આ અકસ્માતની પોલીસ સૂત્રો તરફથી મળતી વિગત મુજબ, મૃતકનું નામ સુરેશભાઈ અનંતપ્રસાદ પંડીત છે.તે જામનગર રોડપર આવેલા પરાપીપળીયાની એકતા સોસાયટીમાં રહેતા હતાં અને સિમ્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા.ગઈકાલે સાંજે 7 વાગ્યે સુરેશભાઈ ચાલીને ઘર તરફ આવી રહ્યા હતાં.ત્યારે ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ પાસે એક બાઈક તેમને ઠોકરે લેતા ઈજાગ્રસ્ત થયા હતાં. જયારે બાઈક સવાર જશાભાઈ પરેશભાઈ પાદરીયા  અને મનોજ વાઘજી રાઠોડ ને પણ ઈજા પહોંચી હોય ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.અત્રે સુરેશભાઈની હાલત ગંભીર જણાતા તેમને કાઈસ્ટ હોસ્પિટલમાં રીફર કરાયા હતાં.જયા સારવાર દરમિયાન તેમનો જીવ ગુમાવી  દીધો પરિવારમાં શોક છવાયો હતો.આ તરફ બાઈક સવાર ઈજાગ્રસ્ત મનોજ અને જશાને ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતાં. આ બંન્ને જામનગર રોડ પર આવેલ સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં નોકરી કરે છે. બાઈકમાં પેટ્રોલ પુરાવા જતી વખતે અકસ્માત સર્જાયો હતો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here