જામનગર રોડ પર રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો

જામનગર રોડ પર રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો
જામનગર રોડ પર રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો

ગાંધીગ્રામ-પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી રૂ. 1.14 લાખની રોકડ કબજે કરી: ઢેબર રોડ પર ફાટક પાસે ચોરાઉ બાઈક સાથે શખ્સની ધરપકડ

જામનગર રોડ પર આવેલી જાહલ હોટલ સામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને દબોચી લઇ રૂ. 1.14 લાખની રોકડ કબજે કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ જામનગર રોડ પર જાહલ હોટલ સામે રહેતો કિશોર ઠાકરશી જાદવ નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનાં સાધનો પુરા પાડી નાણા ઉઘરાવી આર્થિક લાભ મેળવી જુગારધામ ચલાવતો હોવાની હકીકત મળતા ગાંધીગ્રામ પોલીસ મંથકણા હેડ કોન્સ્ટેબલ ખોડુભા જાડેજા સહિતનાં સ્ટાફે

ઉપરોક્ત સ્થળે દરોડો પડતા તીનપતીનો જુગાર રમતો કિશોર ઠાકરશી જાદવ, ઋષિકેશ કિશોર અગ્રાવત, વિરેન્દ્રસિંહ નાનભા જાડેજા, દીપક મગન વેકરીયા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ. 114200 કબજે કર્યા છે.

Read About Weather here

અન્ય એક બનાવમાં ભક્તિનગર પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઢેબર રોડ  ફાટક પાસે પી.ડી.એમ કોલેજ સામે ચોરાઉ બાઈક સાથે સંજય ઉર્ફે રવિ મોહન માંગરોલીયા (રહે. નારાયણનગર શેરી નં.10 ઢેબર કોલોની) નામના શખ્સની ધરપકડ કરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleગોંડલનાં ચોરડી ગામે લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપી મહિલાનાં આગોતરા જામીન રદ
Next articleરાજકોટમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી