જામનગર, કચ્છની વ્હારે દોડી જતા રૂપાણી : બેઠકોનો ધમધમાટ

ગુજરાત-મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગુજરાત-મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાજકોટમાં વધુ 68ના મોત, ગુજરાતમાં 94 દર્દીઓએ જીવ ગુમાવ્યો

ભુજમાં કલેકટર કચેરીમાં બપોર બાદ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાશે

કોરોનાની વકરતી પરિસ્થિતિની સમીક્ષા કરતા મુખ્યમંત્રી રૂપાણી, અધિકારીઓ સાથે બેઠક, જામનગરમાં બેઠક શરૂ, કચ્છમાં બપોર બાદ ઉચ્ચ કક્ષાની બેઠક યોજાશે, ડીઆરડીઓ હોસ્પિટલ માટે ગુજરાત આવતી કેન્દ્રીય તબીબી ટુકડી

Subscribe Saurashtra Kranti here

ગુજરાતમાં રાજકોટ અને જામનગર સહિતના શહેરોમાં કોરોના સંક્રમણ રોકેટ ગતીથી વધીને જન જીવનને ભરડામાં લઇ રહી હોવાથી આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ફરીવાર સૌરાષ્ટ્ર અને કચ્છની મુલાકાતે દોડી આવ્યા છે. રાજકોટમાં રાબેતા મુજબ કોરોનાએ મોતનું તાંડવ ચાલુ રાખ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 68 દર્દીઓએ જાન ગુમાવી દીધા હતા. ગઇકાલ કરતા પણ મોતનો આંકડો વધી જવા પામ્યો છે. ગુજરાતમાં વધુ 94 દર્દીઓના મૃત્યુ થયા છે પરીણામે ગંભીર પરિસ્થિતિના પગલે સરકારની દોડધામ વધી ગઇ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે જામનગર આવી પહોંચ્યા હતા અને કલેકટર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનો આયોજન કર્યુ હતો અને કોરોનાની પરિસ્થિતિ અંગે આયોજન કર્યુ હતું. જામનગરમાં પણ પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બની રહી છે અને હોસ્પિટલો હાઉસફુલ થઇ ગઇ છે.

તેમણે માહિતી મેળવીને પરિસ્થિતિ કાબુમાં લેવા સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી આદેશો આપ્યા હતા. અહીંથી તેઓ કચ્છ જવા રવાના થશે. ભુજમાં કલેકટર કચેરીમાં બપોર બાદ મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાશે. જેમાં તેઓ કચ્છની કોરોના પરિસ્થિતિનો તાગ મેળવશે.

સૌરાષ્ટ્રમાં એક પછી એક વિસ્તારોમાં વેપારીઓ સ્વૈચ્છાએ લોકડાઉન જાહેર કરી રહયા છે. ગુજરાતમાં પણ એક પછી એક ગામડા બંધ થઇ રહયા છે. જામનગરમાં આજે બીજા દિવસે પણ ગે્રઇન માર્કેટ, ચાંદી બજાર અને ટાઉન હોલની મોબાઇલ માર્કેટમાં સવારથી સ્વયંભુ બંધ પાડવામાં આવી રહયો છે.

ગુજરાતમાં દૈનિક કોરોના કેસો વધુને વધુ નવી સપાટીને સ્પર્શ કરી રહયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 8920 કેસો નોંધાયા હતા અને વધુ 94 દર્દીઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા. આ રીતે ગુજરાતનો કુલ મૃત્યુઆંક વધીને 5 હજારના આંકડે પહોંચી ગયો છે. છેલ્લા 16 દિવસમાં જ રાજયમાં 651 દર્દીઓ મૃત્યુને ભેટયા છે અને અડધા મહિનાની અંદર જ નવા 76990 કેસો નોંધાયા છે. અમદાવાદ મનપા દ્વારા આધાર કાર્ડની કામગીરી બંધ કરવામાં આવી છે. અમદાવાદમાં નવા 2483 કેસ નોંધાયા હતા અને 25 દર્દીઓએ જાન ગુમાવ્યો હતો.

અમદાવાદમાં આજે કોરોનાની સૌથી કરૂણ ઘટના બની હતી 60 વર્ષના એક વૃધ્ધ કોરોના દર્દીએ હોસ્પિટલના પાંચમાં માળેથી નીચે કુદી પડી આપધાત કરી લીધો હતો. સારદાબેન હોસ્પિટલમાં આ ઘટના બની હતી. અમદાવાદમાં એક શાળાની બેદરકારી પણ સામે આવી છે. જુંડાલ વિસ્તારમાં આવેલી પુના ઇન્ટરનેશનલ સ્કુલમાં આજે સીબીએસઇની પ્રેકટીકલ પરીક્ષા માટે 200 વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા હતા જેના કારણે ભારે દેકારો બોલી ગયો હતો.

સ્થળ પર પહોંચી ગયેલા ટીવી ચેનલ સહિતના મીડિયાના કર્મીઓ સાથે પણ સ્કુલના સંચાલકોએ ઉધ્ધત વર્તન કરી લાજવાને બદલે ગાજયા હતા. દરમ્યાન સુરતમાં આખી ટેક્ષટાઇલ માર્કેટ બંધ કરી દેવાઇ છે. 65 હજાર દુકાનો શનિ-રવિ બંધ રહેશે. સુરતમાં વધુ 49 વિદ્યાર્થીઓ 6 શિક્ષકો અને બે પોલીસ કર્મી કોરોના ગ્રસ્ત બન્યા છે. હિરા ઉદ્યોગ અને કાપડ માર્કેટમાં સંક્રમણ વધી રહયું છે. સુરતમાં બાળકો વધુને વધુ કોરોના સંક્રમીત થઇ રહયા હોવાથી વાલી વર્ગમાં ફફડાટ ફેલાયો છે. દર 20 દર્દીઓમાં એક દર્દી 10 વર્ષથી નીચેનો બાળક હોવાનું અભ્યાસમાં બહાર આવ્યું છે. બાળકો માટે વેક્સિન શોધવા ભારે પ્રયાસો ચાલી રહયા છે.

Read About Weather here

સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધતી જાય છે. વધુ 1392 દર્દીઓ ગંભીર બની ગયા છે નવા જે કુલ કેસ નોંધાયા છે તેમાંથી 10 ટકા બાળકો હોવાનું બહાર આવ્યું છે. દરમ્યાન અમદાવાદમાં ડીઆરડીઓની 1000 બેડની હોસ્પિટલ માટે સેવા બજાવવા ખાસ કેન્દ્રીય ટુકડી આવી રહી છે. રાજય સરકારની વિનંતીને પગલે કેન્દ્ર સરકારે 25 તબીબો અને 75 મેડિકલ સ્ટાફની ટીમ રવાના કરી છે. વડોદરામાં સેવા ભાવી યુવાનોએ કોરોના દર્દીઓના ઘરોને મફત સેનીટાઇઝ કરવાની સેવા શરૂ કરી છે. સ્વેજલ વ્યાસ નામના યુવાનની આગેવાની હેઠળ ટીમ રીવોલ્યુસનના યુવાનો ઘરે-ઘરે જઇને મફત સેનીટાઇઝેશનની સેવા કરી રહયા છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકોરોના કાળમાં કુંભ મેળો પ્રતીકાત્મક રાખો : વડાપ્રધાનનું સુચન
Next articleસંકટમાં ય સ્વાર્થવેડા : મેડિકલ ઓક્સિજનના ભાવમાં આકરો વધારો