જામનગરી બંદૂક અને છરા સાથે ઝડપાયો

જામનગરી બંદૂક અને છરા સાથે ઝડપાયો
જામનગરી બંદૂક અને છરા સાથે ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જીનેા બાતમીના આઘારે દરોડો: બંદૂક – 190 નંગ છરા કબ્જે

જસદણમાં સોમલપર ગામની સીમમાં દરોડો પાડી દેશી બનાવટની જામગરી બંદુક અને છરા સાથે કોળી શખ્સને રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જીની ટીમે ઝડપી લીધો છે. 190 નંગ છરા અને બંદૂક મળી કુલ રૂ. 3050 નો મુદામાલ કબ્જે કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

મળતી વિગતો મુજબ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો પર વોચ રાખી અને આવા શખ્સોને પડકી લેવા માટે સુચના કરવામાં આવેલ હોય.

જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જીના સ્ટાફે બાતમીના આધારે જસદણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સોમલપર ગામની સીમમાં દરોડો પાડી કોળી શખ્સની વાડીમાંથી સંતોષભાઇ ભોળાભાઇ સોલંકીને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક અને છરા નંગ-190 સાથે પકડી લીધો હતો.

Read About Weather here

રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ના પીઆઈ એસ.એમ.જાડેજા સાથે પી.એસ.આઈ એચ.એમ.રાણા તેમજ સ્ટાફના જયવિરસિહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ ધાધલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.(૫.૫)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here