જામનગરમાં સસનાટી: તરુણી પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું

22
RAP-JAMNAGAR-જામનગર
RAP-JAMNAGAR-જામનગર

Subscribe Saurashtra Kranti here.

જામનગર શહેર ના મોમાઇનગર વિસ્તારની ૧૬ વર્ષીય અભ્યાસ કરતી તરુણી

જામનગર શહેરને ફરી શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે.એક તરુણી પર ૩ નરાધમો દ્વારા જુદા જુદા ૩ સ્થળોએ બોલાવી દૃુષ્કર્મ આચાર્યા ની ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે.પોલીસે ત્રણેય નરાધમો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી બાજુ દૃુષ્કર્મ આચરનાર ત્રણેય સામે ફિટકાર વરસી રહૃાો છે.

જામનગર શહેર ના મોમાઇનગર વિસ્તારની ૧૬ વર્ષીય અભ્યાસ કરતી તરુણી ગત ૧૬ માર્ચ ના રોજ પોતાના ઘરેથી એસાઇંગમેન્ટ તૈયાર કરવા બહેનપણી ના ઘરે જવા નીકળી હતી.જે બાદ રાત્રી સુધી તે પોતાના ઘરે પરત ન ફરતા તરુણી ના પરિવાર દ્વારા તપાસ કરવામાં આવતા તરુણી પોતાના બહેનપણી ના ઘરે પણ ન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પિતાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકે પોતાની પુત્રી ગુમ થયા ની ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો.જો કે ગુમ થયા ના ત્રણ દિવસ બાદ તરુણીને પોલીસે શોધી કાઢી હતી અને છેલ્લા ત્રણ દિવસ તરુણી ક્યાં ગઈ હતી તે બાબતે પૂછતાછ કરતા જ તેના પર દૃુષ્કર્મ થયા નું તરુણીએ પોલીસ ને જણાવ્યું હતું.

Read About Weather here

તેમજ દૃુષ્કર્મ આચરનાર ત્રણેય નરાધમો ધવલ જગદીશ ભાઈ ભાવનાની, ચિરાગ કમલેશભાઈ અને પ્રવીણ શાંતિલાલ ધોળકિયા ના નામો પોલીસ ને આપ્યા હતા.જેને લઈને પોલીસે તરુણી નો મેડિકલ રિપોર્ટ કરાવવા સહિત ની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ભોગ બનનાર તરુણી ના પિતાએ પોતાની પુત્રી પર ત્રણ નરાધમો દ્વારા જુદા જુદા સ્થળો એ લઈ જઈ તરુણી ને લલચાવી ફોસલાવી દૃુષ્કર્મ આચાર્યા ની ફરિયાદ નોંધવતા પોલીસે ત્રણેય નરાધમો ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.બીજી બાજુ દૃુષ્કર્મ આચરનાર નરાધમો પર ચો તરફથી ફિટકાર વરસી રહૃાો છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here