જાપાનનાં પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગોળીઓ છોડી આજે કરપીણ હત્યા કરવામાં આવતા જાપાનમાં શોકની લાગણી પ્રસરી વળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો મિત્ર એવા આબેની હત્યા અંગે ઘેરા દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.જાપાનની સરકારે જાહેર કર્યું હતું કે, પશ્ચિમ જાપાનનાં નારા શહેરમાં પૂર્વ વડાપ્રધાન આબે એક ચૂંટણીસભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારે એમની પાછળ ઉભા રહેલા એક શખ્સે ગોળીબાર કરતા આબેને બે ગોળીઓ વાગી હતી. એમને તાત્કાલિક એરલીફ્ટ કરી દવાખાને લઇ જવાયા હતા. ઘાયલ આબેને હાર્ટએટેક પણ આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
સઘન સારવાર બાદ 67 વર્ષનાં આબેનું મૃત્યુ થયું હતું. જાપાનનાં આ પૂર્વ વડાપ્રધાનને ભારતે પદ્મ વિભૂષણથી વિભૂષિત કર્યા હતા. ભારતનાં તેઓ બહુ સારા મિત્ર ગણાતા હતા. પોલીસે જાપાનની મેરીટાઈમ ડીફેન્સ ફોર્સનાં એક પૂર્વ સૈનિકની ધરપકડ કરી લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિન્ઝો આબેનાં નિધનનાં શોકમાં 9 જુલાઈએ ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
Read About Weather here
વડાપ્રધાને ટ્વીટ કયું હતું કે, મારા મિત્ર આબેનાં નિધનથી અત્યંત આઘાત લાગ્યો છે. મારા શોકને શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. આબે વિશ્વ કક્ષાનાં કદાવર વ્યક્તિત્વ ધરાવતા રાજપુરુષ હતા. શાંતિમાં માનતા જાપાન જેવા દેશમાં બનેલી આ ઘટનાથી જાપાનીઓ સ્તબ્ધ થઇ ગયા છે. પૂર્વ સૈનિક 42 વર્ષનાં ટેટસુયો યામાગામીની પોલીસે ધરપકડ કરી લીધી હતી.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here