જાણો છો ભારતનું નાગરિક સન્માન મેળવનાર એ પાકિસ્તાની સૈન્યનાં જવાન કોણ છે?…!

જાણો છો ભારતનું નાગરિક સન્માન મેળવનાર એ પાકિસ્તાની સૈન્યનાં જવાન કોણ છે?…!
જાણો છો ભારતનું નાગરિક સન્માન મેળવનાર એ પાકિસ્તાની સૈન્યનાં જવાન કોણ છે?…!

આ જવાનની મદદથી ભારતીય સેના બાંગ્લાદેશને મુક્ત કરાવી શકી હતી: રાષ્ટ્રપતિનાં હસ્તે પાકિસ્તાની જવાન ઝહિરને પદ્મશ્રી એનાયત

પાકિસ્તાન સાથે 1971 માં ખેલાયેલા યુધ્ધમાં ભારતને ઉપયોગી માહિતી પૂરી પાડનાર અને નિર્ણાયક સમયે મદદે આવેલા એ સમયનાં પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) નાં પાકિસ્તાની સૈન્યનાં જવાનનું ભારત સરકારે પદ્મશ્રી એનાયત કરીને ઋણ ચુકવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

પાકિસ્તાનનાં ભૂતપૂર્વ સૈનિક નિવૃત લેફ.કર્નલ કાઝી સજજાદ અલી ઝહિરને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પદ્મશ્રી એનાયત કર્યો ત્યારે મહાનુભાવોની તાળીઓનાં ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો હતો.

1971 નાં યુધ્ધની અનેક સ્મૃતિઓ, ભારતીય સેનાનાં પરાક્રમ અને બાંગ્લાદેશની મુક્તિનાં સ્મરણો જીવંત થઇ ઉઠ્યા હતા.એ સમયનાં પૂર્વ પાકિસ્તાનનાં લશ્કરે બંગાળીઓ પર ભયાનક જુલમો ગુજાર્યા હતા. લાખો લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા.

હજારો મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. એ કારણે જ ભારતનાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભારતીય સેના મોકલવી પડી હતી. એ સમયે પદ્મશ્રી ઝહિર પાકિસ્તાન પંજાબનાં સીયાલકોટમાં યુવા અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

પાકિસ્તાની સેનાનાં અમાનવીય જુલમને કારણે તેઓ ભારતની દિશામાં આવી રહ્યા હતા. ભારતીય જવાનોએ પકડીને સખ્ત પૂછપરછ કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ પૂછપરછ કરી ત્યારે ખબર પડી હતી કે દમનને કારણે કાઝીએ હિજરત કરી છે અને હવે ભારતીય સેનાને મદદ કરવા માંગે છે.

કાઝીએ ઘણી ઉપયોગી માહિતી આપી હતી. પાકિસ્તાની સેના સામે યુધ્ધમાં ભાગ લેનારા બાંગ્લાદેશની મુક્તિ વાહિનીનાં જવાનોને પણ એમણે લશ્કરી તાલીમ આપી હતી.

એમણે આપેલી માહિતી ભારતીય સેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ હતી. તેમણે પદ્મશ્રી મળ્યા બાદ ભારતીય અખબારોને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે જીણાનું પાકિસ્તાન અમારા માટે કબ્રસ્તાન બની ગયું હતું. અમારા તમામ અધિકાર છીનવી લેવાયા હતા.

Read About Weather here

કોઈ સમાન અધિકારો વાયદા મુજબ અમને આપ્યા ન હતા. બાંગ્લાદેશની ભૂમિ પર સક્કરગઢ સેક્ટર પર યુધ્ધ ચાલુ હતું ત્યારે ઊંડી ખાઈમાં થઇને સજજાદ અલી માંડ-માંડ ભારતમાં પહોંચ્યા હતા. ભારતે એમનું નાગરિક સન્માન કરીને એમની સેવાઓની કદર કરી છે અને ઋણ ચૂકતે કર્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here