જાગી ઉઠયું કાઠીયાવાડી ખમીર, કોરોનાને ભરી પીવા રાજકોટ-સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર સેવા યજ્ઞ

કોરોના
કોરોના

રાજકોટમાં ઠેર-ઠેર એવો સેવા યજ્ઞ શરૂ થયો છે જે કોરોનાના હોમ કવોરન્ટાઇન થયેલા દર્દીઓ માટે આર્શીવાદ સમાન બની રહયો છે

ધણા કિસ્સાઓમાં આખે આખા પરીવારો કોરોનાના ચેપને કારણે હોમકવોરન્ટાઇન થઇ ગયા છે,

સરકારના પ્રયાસોને મળી રહયું છે પ્રચંડ જન સમર્થન, ટિફિન સેવા સહિતના અન્ન દાનનો મહાપુરૂષાર્થ, અનેક સામાજીક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા ‘સાથી હાથ બઢાના’નો મંત્રો સાકાર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ, કોરોનાની મહામારીથી જયાં આખે આખા પરીવારો ઘરમાં છે એમને ભોજન પહોંચાડવાનો લાજવાબ સેવા યજ્ઞ, ખરા અર્થમાં કાઠીયાવાડીની પરંપરા અને સદગુણોને ઉજાગર કરતી અનેક સેવા સંસ્થાઓ, સેવા યજ્ઞમાં જોડાતા બ્રહ્માકુમારીના બહેનો, કરણી સેના અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મીઓ, કોરોના મહામારી સામે લડત ચલાવવા માટે પક્ષ, નાત-જાત, કોમ અને રંગના ભેદ ભુલાયા

કહેવાય છે કે આભ ફાટયું હોય ત્યાં થીગડું કેમ દેવું? કોરોનાની મહામારીએ આજે સમસ્થ લોકજીવન માટે આવી જ પ્રકારની મહાઆફત અને મહા સસ્યાનું સર્જન કહર્યુ છે. કોરોનાની મહામારીએ ખુણે ખુણે ફેલાયને હજારો લોકોને સંક્રમીત કરી દીધા છે. અનેક લોકોએ કોરોનાનો ભોગ બનીને આપણે વચ્ચેથી વિદાય લઇ લીધી છે.

એક એવા પ્રકારની વિપદા ઉભી થઇ છે જેનો સામનો કોઇ એક વ્યકિત, કોઇ એક સંસ્થા કે કોઇ એક સરકાર કરી શકે નહીં અને આવા સંજોગોમાં જયારે ચારેય તરફથી આફતના પહાડ તુટી પડયા હોય ત્યારે ખમીર વંતી પ્રજાઓનું ખમીર જાગી ઉઠતું હોય છે અને એવા જ હૈયાને ટાઢક આપતા દ્રશ્યો આજે રાજકોટ સહિત સમગ્ર કાઠીયાવાડની ધરતી પર જોવા મળી રહયા છે.

Subscribe Saurashtra Kranti here

લોકો એક બીજાની મદદ માટે દોડી દોડીને આગળ આવી રહયા છે. ઠેર-ઠેર અન્નદાન જેવા સેવા યજ્ઞો શરૂ થઇ ગયા છે, સામાજીક સ્વૈચ્છીક સેવા સંસ્થાઓ પીડીતોની અને દર્દીઓની મદદ માટે હાથ લંબાવી રહી છે અને કાઠીયાવાડની ધરતીને વધુ ગૌરવ પ્રદાન કરી રહી છે.

આજે અહીં આપણે એવા સેવા કાર્યોનો ઉલ્લેખ જરૂર કરવો રહયો જયારે બધુ વેર વિખેર થઇ જાય છે ત્યારે પણ ઇશ્ર્વર પર શ્રધ્ધા રાખીને સમાજમાં એવા પારકી છઠ્ઠીના જાગતલ પણ હોય છે. જે આવા કપરા સમયમાં બધુ જ કામે લગાડીને માનવતાના નાતે સેવા અને સહાયનો અદભુત પુરૂષાર્થ કરવા મેદાનમાં આવી જાય છે. આવો આપણે આવા કેટલાક સેવા ભાવીઓને યાદ કરીને એમની પ્રવૃતિઓને બે હાથે વંદન અને સલામ કરીએ.

રાજકોટમાં ઠેર-ઠેર એવો સેવા યજ્ઞ શરૂ થયો છે જે કોરોનાના હોમ કવોરન્ટાઇન થયેલા દર્દીઓ માટે આર્શીવાદ સમાન બની રહયો છે. ધણા કિસ્સાઓમાં આખે આખા પરીવારો કોરોનાના ચેપને કારણે હોમકવોરન્ટાઇન થઇ ગયા છે. ત્યારે આવા પરીવારોને ભુખ્યા સુવુ ન પડે એ માટે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે.

જે કોરોનાના ખારા રણમાં મીઠી વીરડી સમાન ઘટનાઓ છે.
કેટલાક પરીવારોએ તો અન્ના રસોડાઓમાં પરીવાર માટે ભોજન બનાવતા પહેલા કોરોના દર્દીઓ માટે ભોજન તૈયાર કરવાનો નિયમ બનાવ્યો છે. એ સાંભળીને હૈયામાં આનંદના ઓધ ઉછળવા લાગે છે અને મન પોકારી ઉઠે છે કે, માનવતા હજી મરી પડવાની નથી. આવી ઉલ્લેખનીય સેવાઓમાં રાજકોટ, અમરેલી જેવા શહેરો અગ્રેસર બનાવી રહયા છે.

કોવિડ જેવી મહામારીના સમયમાં હોમ કવોરન્ટાઇન દર્દીઓને ટીફીન પહોંચાડવાનું બીડુ ઝડપીને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અને ઓમ શાંતી પ્રજાપીતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા ખુબ જ સરાહનીય સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટના પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્ર્નર ખુરસીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્ર્નર મનોહરસિંહ જાડેજા, મદદનીશ પોલીસ કમિશ્ર્નર જે.એસ.ગેડમ, તેમજ એસીપી ક્રાઇમ ડી.વી.બસીયા વગેરેએ આ દિશામાં પ્રેરક આગેવાની લીધી છે.

મહામારીમાં જે પરીવારના સભ્યો કોરોના સંક્રમીત થયા હોય એમને ટિફિન અને અન્ય જરૂરી ચીજો પહોંચાડવા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓમ શાંતી પ્રજાપીતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય તથા એનજીઓની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી છે. આવા 40 પરીવારોના સભ્યોની મુલાકાત લઇ એમને દૈનિક ટિફિન પુરા પાડવામાં આવી રહયા છે. એ બદલ શહેર પોલીસ, તાલુકા પોલીસ અને બ્રહ્માકુમારી સંસ્થાની ભારે પ્રસંસા થઇ રહી છે.

અન્ય કોઇ આવા પરીવારો હોય તો એમને પણ તાલુકા પોલીસ સ્ટેશન મોટા મૌવા અને બ્રહ્માકુમારી વિશ્ર્વ વિદ્યાલય મોટા મૌવાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રવૃતિઓને પગલે એ હકીકત ઉજાગર થઇ છે કે, પોલીસ માત્ર દંડો પછાડી જાણતી નથી પણ સેવાનો સમય આવે ત્યારે સેવાના ધુપ-દીપ પ્રગટાવવાનું પણ જાણે છે.

Read About Weather here

એજ રીતે રાજકોટમાં કરણી સેના દ્વારા પણ કોરોના દર્દીઓ માટે ટિફિન સેવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હોમ કવોરન્ટાઇન થયેલા પરીવારોને ઘર બેઠા શુધ્ધ અને સાતવિત ભોજન પહોંચાડવામાં આવશે. એ માટેના નંબર પણ વોટ્સએપ પર જારી કરવામાં આવ્યા છે.

જે આખુ ઘર હોમકવોરન્ટાઇન હશે એમના માટે જ ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. વ્યવસ્થિ આયોજન માટે એક દિવસ અગાઉ રાત્રે 10 વાગ્યા સુધીમાં વોટ્સએપ મેસેજ મોકલાય તો બીજા દિવસે બપોરે 12:30 સુધીમાં એ સરનામા પર ટીફીન પહોંચી જશે મેસેજમાં નામ અને પાકુ સરનામુ તથા કેટલા લોકો માટે ટિફિન જોઇએ છે એ વિગતો બતાવવાની રહેશે. હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે. મૌલીકસિંહ વાઠેર (મો.99253 14141), દિપકભાઇ પટેલ (મો.99092 81181), યુવરાજસિંહ ડોડીયા (મો.96648 85175), ધર્મેશભાઇ (મો.97379 25555), ભાવસિંહ ઓરા (મો.99983 66835), હરદિપસિંહ રાઠોડ (મો.93933 58837), જયદિપસિંહ ડોડીયા (મો.98985 57903).

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here